અમરનાથમાં આભ ફાટ્યું અનેક શ્રદ્ધાળુઓના થયા મોત અનેક લોકો લાપતા, રેસક્યુ ચાલુ !!

મિત્રો જમ્મુ-કાશ્મીરમાંથી આભ ફાટવાના સમાચાર સામે આવી રહ્યા છે. વાદળ અમરનાથ ગુફા પાસે ફાટ્યું હોવાના સમાચાર છે જેમાં કેટલાય લોકોના મોત થયાની પણ આશંકા છે જ્યારે ઘણા બધા લોકો લાપતા થઈ ગયા છે.

અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે 15 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 35 જેટલા લોકો લાપતા થઈ ગયા છે.

એનડીઆરએફની ટીમ તરફથી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના અમરનાથ ગુફાથી માત્ર દોઢ કિલોમીટર દુર જ બની છે.

અમરનાથ પર લગભગ દસથી બાર હજાર જેટલા શ્રદ્ધાળુઓ રોકાયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે અને હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.

આ ઉપરાંત જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી હાલમાં અમરનાથ યાત્રા ઉપર રોક લગાવી દેવામાં આવી છે અને એરફોર્સની સેનાના જવાનોએ મોરચો સંભાળી લીધો છે.

વાદળ ફાટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વાદળ ફાટવાને કારણે ઘણા બધા લોકો ગુમ થઈ ગયા છે અને ઘણા લોકોના મોત પણ થયા છે.

આ ઉપરાંત પાણીના ઝડપી વહેણને કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એનડીઆરએફ તરફથી અને અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

મિત્રો આ ઘટના ઘટવાથી પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે કહ્યું છે કે વાદળ ફાટવાની ઘટનાથી ખુબ જ વ્યથિત છું અને તેમણે આ ઘટના ઉપર જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે ફોન ઉપર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.

મિત્રો આભ ફાટ્યા બાદ પાણીનો પ્રવાહ ટેન્ટ સુધી પહોંચી ગયો હતો જેને કારણે શ્રદ્ધાળુઓની વચ્ચે આવતા હાહાકાર મચી ગયો હતો.

મિત્રો હવામાન ખરાબ છે અને ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ઊંચાઈ હોવાથી ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવું પણ ખૂબ જ ભારે થઈ રહ્યું છે પરંતુ આપણા જવાનો ખૂબ જ ચપળ અને ટ્રેનિંગ લીધેલા છે તેથી તેમને કોઇ પ્રકારની સમસ્યા નહીં આવે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.