પેટ્રોલ-ડીઝલ, આ ઇંધણ 27 રૂપિયા સસ્તુ, બધા લોકો જરૂર જોઈ લો ગુજરાત સમાચાર

જો તમારા ગામ કે શહેરમાં પેટ્રોલ કરતાં પણ 27 રૂપિયા સસ્તુ ઇંધણ મળે તો તમે તેનો જ ઉપયોગ કરશો કેમકે તેનાથી ફક્ત બચત જ નહીં પરંતુ તે પર્યાવરણને પણ અનુકૂળ છે.

આ ખાસ પ્રકારનું ઇંધણ દેશના માત્ર એક જ શહેરમાં વેચાઈ રહ્યું છે અને તે પણ માત્ર એક જ પેટ્રોલ પંપ પર.

આ ઇંધણ કૃષિ વૈજ્ઞાનિકની મદદથી એક એન્જિનિયરએ શેવાળમાંથી બનાવ્યું છે. આ એક પ્રકારનું બાયોફ્યુલ છે જે પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું અને પર્યાવરણને અનુકૂળ છે.

2020 માં એન્જિનિયર વિશાલ પ્રસાદ ગુપ્તાએ આ પ્રકારનું ઇંધણ વેચવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય પાસેથી મંજૂરી મેળવી હતી.

ઝારખંડના રાંચીમાં શેવાળમાંથી બનાવેલઆ ઇંધણ મોર માઇલેજના નામથી ઓળખાય છે.

ખાસ વાત તો એ છે કે તેનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ એન્જિન વાહનોમાં પણ થઈ શકે છે.

એક રિપોર્ટ અનુસાર આ ઈંધણની કિંમત 78 રૃપિયા છે.

રાંચીમાં ડીઝલની કિંમત હાલમાં 92 રૂપિયા પ્રતિ લીટર છે અને પેટ્રોલની કિંમત 99 રૂપિયા છે જ્યારે બાયો ઇથેનોલની કિંમત 72 રૂપિયા પ્રતિ લિટર છે.

રાંચીમાં પેટ્રોલ પંપ ખોલવા માટે મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવા માત્ર બે મહિનાનો સમય લાગ્યો હતો.

હાલમાં ગુપ્તા દરરોજ 2000 થી 2500 લિટર તેલનું વેચાણ કરે છે તે ટાટા મોટર્સ અને દાલમાં ભારત સિમેન્ટને પણ કોમર્શિયલ વેચાણ કરે છે.

તો મિત્રો આવી રીતે પેટ્રોલથી પણ 27 રૂપિયા સસ્તુ આ શેવાળમાંથી બનાવેલું ઇંધણ રાંચીમાં હાલમાં વેચાય રહ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.