50 વર્ષ બાદ અખાત્રીજ પર ગ્રહોનો અદભુત સંયોગ, આ કામ જરૂર કરો મળશે અઢળક લાભ

મિત્રો વૈશાખ શુક્લની અક્ષય તૃતીયા આ વખતે મંગળવારે 3 મેના રોજઆવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા આ વખતે મંગળવારે રોહિણી નક્ષત્રના શુભ યોગમાં આવશે.

મિત્રો 50 વર્ષ બાદ ગ્રહોની ખાસ સ્થિતિ આ વર્ષે બની રહી છે અને શુભ યોગમાં અખાત્રીજનો આ સંયોગ 30 વર્ષ બાદ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજ પર લગભગ પચાસ વર્ષ બાદ ગ્રહ ઉચ્ચ રાશિમાં હાજર રહેશે જ્યારે બે પ્રમુખ ગ્રહ સ્વરાશિમાં બિરાજમાન છે. અખાત્રીજ ઉપર દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

અખાત્રીજના દિવસે જળથી ભરેલા કળશ ઉપર ફળ મૂકીને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઇપણ મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય પણ કરી શકાય છે.

મિત્રો અખાત્રીજ ઉપર રોહિણી નક્ષત્ર શોભન યોગ, તૈતીલ કરણ અને વૃષભ રાશિ ચંદ્રમા સાથે આવી રહ્યા છે. આ ઉપરાંત આ દિવસે મંગળવાર અને રોહીણી નક્ષત્ર હોવાથી મંગળ રોહિણી યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે.

અખાત્રીજના દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભ અને શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. શનિ સ્વરાશિ કુંભ અને ગુરુ સ્વરાશિ મીનમાં બિરાજમાન છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અખાત્રીજ ઉપર બની રહેલા શુભ સંયોગમાં મંગળ કાર્ય કરવું ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે.

અખાત્રીજ ઉપર બે કળશનું દાન ખૂબ જ મહત્વ ધરાવે છે જેમાંથી એક કળશ પિતૃઓ અને બીજું કળશ ભગવાન વિષ્ણુનું માનવામાં આવે છે.

પિતૃ વાળા કળશમાં જળ ભરીને કાળા તલ, ચંદન અને સફેદ ફૂલ નાખો.

આ ઉપરાંત ભગવાન વિષ્ણુ વાળા કળશમાં જળ ભરીને સફેદ પીળા ફૂલ, ચંદન અને પંચામૃત નાખીને તેના પર ફળ મૂકો.

જેનાથી પિતૃ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પરિવારમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.