અખાત્રીજના પવન ઉપરથી ચોમાસાનો વરતારો, જાણો કેવુ રહેશે આ વર્ષનું ચોમાસુ

મિત્રો ઘણા વર્ષોથી આપણા પૂર્વજો વડીલો અખાત્રીજના પવન ઉપરથી વરસાદનો વર્તારો કરતા આવ્યા છે.

મિત્રો આ વર્ષે પણ અખાત્રીજની વહેલી સવારે ત્રણ વાગ્યાની આજુ સૌપ્રથમ પવન પશ્ચિમ દિશા તરફથી પૂર્વ દિશા તરફનો હતો.

આ ઉપરાંત સાથે સાથે પવનની ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે ન થાય તેવી પણ શક્યતા જોવા મળી હતી.

આ ઉપરાંત આથમણો પવન વાતા “વનરાજી ખીલી ઊઠે” અને નૈઋત્ય દિશાના પવનથી આગામી ચોમાસું ગત વર્ષોના પ્રમાણમાં મધ્યમ રહે તેવો વર્તારો થાય છે.

આ ઉપરાંત ક્યારેક ક્યારેક દક્ષિણ દિશામાંથી પવન શરૂ થતા ચોમાસા દરમિયાન કુવા અને બોરમાં પાણી ઊંડા જાય, ખંડવૃષ્ટિ થાય તેવું જાણકારો માની રહ્યા છે.

આ ઉપરાંત નૈઋત્ય તેમજ દક્ષિણ દિશાના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદને બદલે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાના એંધાણ છે.

છેતરામણા વરસાદને કારણે બિયારણ બગડવાની પણ શક્યતા જોવા મળી રહી છે.

મિત્રો બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ અખાત્રીજના પવનના વર્તારાને આધારે એકંદરે આવનારું ચોમાસું ગત બે વર્ષના ચોમાસામાં પ્રમાણમાં મધ્યમ રહેવાની શક્યતા બતાવી રહ્યા છે.

મિત્રો જો તમે પણ અખાત્રીજના પવનનું અવલોકન કર્યું હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.