અખાત્રીજ 2022 : અક્ષય તૃતીયા પર રાશિ મુજબ કરો આ ઉપાય, મા લક્ષ્મીની કૃપા બની રહેશે

મિત્રો દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષયતૃતીયા તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે કોઈ કાર્ય કરી શકો છો તેના માટે મુહૂર્ત જોવાની પણ જરૂર રહેતી નથી.

ધાર્મિક માન્યતા પ્રમાણે અક્ષયતૃતીયાને દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, ઉપરાંત દાનનો મહિમા પણ આ દિવસે ખૂબ જ છે.

અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા પ્રમાણે આ દિવસ માંગલિક કાર્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે.

મિત્રો આજે આપણે જાણીશું કે અખાત્રીજના પાવન પર્વ ઉપર રાશિ મુજબ શું દાન-પુણ્ય કરવું જોઈએ જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

1. મેષ :

મેષ રાશિના જાતકોએ અખાત્રીજના પાવન પર્વ ઉપર પુણ્ય પ્રાપ્તિ કરવા માટે લાલ રંગનાં કપડામાં લાડુ મૂકીને દાન કરવું જોઈએ, આવું કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

2. વૃષભ :

વૃષભ રાશિના જાતકોએ અખાત્રીજ ના પાવન પર્વ પર કળશ ભરી ને જળ એટલે કે પાણી દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શુક્ર દોષ ની અસર ઓછી થાય છે અને આર્થિક લાભ થાય છે.

3. મિથુન :

મિથુન રાશિના જાતકોએ આ દિવસે મગની દાળનું દાન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાં પૈસાનો પ્રવાહ બની રહે છે.

4. કર્ક :
કર્ક રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના પાવન દિવસ ઉપર ચાંદીમાં મોતી જડી ધારણ કરવો જોઈએ આવું કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

5. સિંહ :

સિંહ રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના પાવન દિવસ પર સવારે ઊઠીને સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. ગોળનું દાન કરવું જોઈએ.. આવું કરવાથી કેરિયરમાં પ્રગતિ થાય છે.

6. કન્યા :

કન્યા રાશિના જાતકોએ અખાત્રીજના દિવસે પન્ના રત્ન ધારણ કરવો જોઈએ. એવું કહેવાય છે કે આ રત્ન ધારણ કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ધનની કમી રહેતી નથી.

7. તુલા :

તુલા રાશિના જાતકોએ આજના શુભ પર્વ ઉપર લોકોને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ જેથી કરીને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

8. વૃશ્ચિક :

વૃષીક રાશિના લોકોએ અક્ષય તૃતીયાના પાવન દિવસે લાલ રત્ન મૂંગા ધારણ કરવો જોઈએ. કહેવાય છે કે તેના પ્રભાવથી ધન લાભનો યોગ અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

9. ધન :

અક્ષય તૃતીયાના પાવન દિવસે ધન રાશિના લોકોએ હળદરની ગાંઠને પીળા કપડામાં લપેટીને પૂજાસ્થાન પર મૂકવી જોઈએ. આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

10. મકર :

મકર રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના દિવસે વાસણમાં તલનું તેલ લઈને ઘરના પૂર્વ ભાગમાં રાખવો જોઈએ.

11. કુંભ :

કુંભ રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના પાવન દિવસે કાળા તલ નારિયેળ અને લોખંડ નું દાન કરવું જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી અટકેલા કાર્યોમાં સફળતા મળે છે.

12. મીન :

મીન રાશિના જાતકોએ આ દિવસે પીળા ફૂલને પીળા કપડામાં બાંધીને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવા જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.