અખાત્રીજના પાવન દિવસે ચૂપચાપ અહીં ફેંકી દો એક મુઠ્ઠી ચોખા, અઢળક ધન આવશે

મિત્રો હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે તેથી જ દરેક પૂજામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.

વર્ષનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ દિવસ એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે.

અખાત્રીજના દિવસે કોઈ પણ સારા કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી રહેતી એટલે કે આ દિવસ એટલો પવિત્ર અને શુદ્ધ હોય છે કે આ દિવસે કોઇપણ શુભ કાર્ય તમે કરી શકો છો.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજના દિવસે અમુક એવા ઉપાયો કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો આજના દિવસે નવું ઘર ખરીદવું, નવી ગાડી ખરીદવી, અથવા કોઈપણ નવા શુભ કાર્યની શરૂઆત કરવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું ફળ અનેકગણું મળે છે.

કોઈપણ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન ચોખા વિના પુરા નથી થતા આ ઉપરાંત જ્યારે પણ ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વ્યક્તિના કપાળે કંકુનો ચાંદલો કરી તેના પર ચોખા લગાવવામાં આવે છે.

મિત્રો આજે આપણે અખાત્રીજના પાવન દિવસે ચોખાના ટોટકા વિષે વાત કરીશું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.

અખાત્રીજના દિવસે સવારે સ્નાનાદિ કર્મ કરી માતા લક્ષ્મીની પૂજા કરવાની છે જેમાં એક કિલો ચોખા સાથે લઇ જવા અને પૂજા કર્યા પછી તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચડાવી દેવા.

બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા આ પ્રયોગ કરવાથી મા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે.

જે વ્યક્તિના ઘરમાં દરિદ્રતા હોય તો તેમાંથી છુટકારો મેળવવા માટે અખાત્રીજના દિવસે એક મુઠ્ઠી ચોખા શિવલિંગ ઉપર અર્પણ કરો ત્યારબાદ વધેલા ચોખાને શિવમંદિરમાં દાન કરી દો.

આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે અને તમારા ઘરની દરિદ્રતા દૂર થઈ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.