અખાત્રીજ 2022 : અક્ષય તૃતીયાનું વ્રત કેવી રીતે કરવું? જાણો ખાસ આ 10 વાતો

અખાત્રીજ પર્વ વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવાય છે, આ દિવસે કરવામાં આવેલ જપ, તપ, દાન, જ્ઞાન અક્ષય ફળ આપતું હોય છે તેથી તેને અક્ષય તૃતીયા કહે છે.

જો આ વ્રત સોમવાર કે રોહિણી નક્ષત્રમાં આવે તો તેને મહા ફળદાયક ગણવામાં આવે છે.

જો તૃતીયા મધ્યાહનથી શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે છે તો શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

આ રીતે કરો અક્ષય તૃતીયા વ્રત :

1. અખાત્રીજના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ.

2. ઘરની સાફ-સફાઈ અને દરરોજના કર્મથી નિવૃત્ત થયા બાદ પવિત્ર અને શુદ્ધ જળથી સ્નાન કરવું.

3. ઘરની કોઈ પણ પવિત્ર જગ્યા ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું.

4. આ મંત્રથી સંકલ્પ કરવો :

મમાખિલપાપક્ષયપૂર્વક સકલ શુભ ફળ પ્રાપ્ત્યે
ભગવત્પ્રીતિકામનયા દેવત્રયપૂજનમહં કરિષ્યે

5. સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવું

6. ષોડશોપચાર વિધિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.

7. ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પમાળા પહેરાવવી અને આ દિવસે કુંભનું દાન કરો.

8. નૈવેદ્યમાં જવ ઘઉંનો સતુ, કાકડી અને ચણાની દાળ અર્પણ કરો.

9. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો.

10. અને છેલ્લે તુલસી જળ ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.