એક બે નહીં પણ 27 છરીના ઘા મારી પૂર્વ પતિએ કરી તેની પત્નીની હત્યા !!

મિત્રો અમદાવાદના વટવા વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેમાં યુવતીના પૂર્વ પતિએ યુવતીની હત્યા કરી નાખી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સુખસાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે છરીના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જેને લઇને યુવતીનો હાલનો પતિ મહેશ ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હેમા મરાઠીએ આ ગામમાં રહેતા અજય ઠાકોર સાથે લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા.

ત્યારબાદ તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે લગ્ન કર્યા.

પોતાના બે બાળકો અજયને આપીને તેણે મહેશ ઠાકોર સાથે ચોટીલાના મંદિરમાં લગ્ન કર્યા હતા.

એક દિવસ રાતના સમયે એમના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો આવ્યા હતા જ્યાં ચપ્પુના ઘા મારીને તેની પૂર્વ પત્નીની હત્યા કરી હતી.

આ સમગ્ર ઘટના તેના પાડોશી નરી આંખે જોઇ હતી અને યુવતીના હાલના પતિને સમગ્ર ઘટના વિષે જણાવ્યું.

ત્યારબાદ મહેશ ઠાકોરે આ સમગ્ર મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ એટલે કે અજય ઠાકોર અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલતા વટવા પોલીસ દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અને યુવતીના હત્યારા પતિની અટકાયત કરી છે અને તેમના મિત્રોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.