અમદાવાદમાં પોલીસકર્મીને દોડાવી દોડાવીને મારનારને બાતમીના આધારે પકડી પાડયા અને ઘટના સ્થળે લઇ જઇ સરઘસ કાઢ્યું

મિત્રો આપણે જાણીએ છીએ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પોલીસને દોડાવી દોડાવીને માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો.

આ ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે ત્યારબાદ મોડી રાતે ત્યાં પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો તે જગ્યા પર લઈ જઈને આ ત્રણેય આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આરોપીઓ વિરુદ્ધ પોલીસ કર્મીના હત્યાના પ્રયાસની સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ કર્મીઓને માર મારવાના બનાવમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નરોડા મૂઠિયા રણાસણ ટોલનાકેથી થોડા આગળ શાંતિપથ રેસિડેન્સીના ખુલ્લા મેદાનમાંથી આરોપીઓને ઝડપી પાડયા હતા.

આરોપીઓ વિરુદ્ધ કલમ 143, 147, 148, 149, 186, 333, 323, 307, 294 (ખ), 506(2) મુજબના ગુનો નોંધવામાં આવ્યા છે.

પોલીસ કર્મીઓને માર મારવાના ગુનામાં પકડાયેલા આરોપીઓમાં 1) બળદેવભાઈ મોહનભાઈ સોલંકી ઉંમર વર્ષ 53, 2) ઉમેશભાઈ બબલુભાઈ વણઝારા ઉંમર વર્ષ 20.

3) જયેશ ઉર્ફે જીગો ઉર્ફે જીગ્નેશ બળદેવભાઈ સોલંકી ઉંમર વર્ષ 29, એડ્રેસ : અરવિંદ પટેલની ચાલી, મુઠીયા એએમટીએસ 105 ના બસ સ્ટેન્ડની પાસે, નરોડા, અમદાવાદ શહેર. મૂળ ગામ : સોપા, વાલ્મીકિ વાસ, તાલુકો : દહેગામ, જીલ્લો : ગાંધીનગર.

મિત્રો 26 મી જાન્યુઆરીના દિવસે નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અનિલ સોલંકી અને તેનો ભાઈ સંજય સોલંકીને પકડવા માટે નરોડા પોલીસની surveillance team નરોડા મુઠીયા ગામ અરવિંદભાઈની ચાલી ખાતે ગયા હતા.

આ જગ્યાએ આરોપી અનિલ મળી આવતા તેને પકડેલો અને ત્યારબાદ તેણે બૂમાબૂમ કરી પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી.

ત્યારબાદ તેના ભાઈઓ પિતા અને ચાલીના દસ-બાર લોકો ફરિયાદી તેમજ અન્ય પોલીસના માણસો ઉપર જાનલેવા હુમલો કર્યો.

આ ઉપરાંત ફરિયાદીના શરીર પર અને માથા પર આરોપી સંજય સોલંકી લોખંડના હથોડાથી જાનલેવા હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી ત્યાંથી નાસી ગયો હતો.

આ ઉપરાંત આ બનાવ બાબતના સમાચાર સમગ્ર શહેરમાં ફેલાઈ ચૂક્યા હતા અને પોલીસને દોડાવી દોડાવીને માર મારતા આરોપીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.