અમદાવાદ જળબંબાકાર / પ્રહલાદ નગરમાં તળાવની પાળ તૂટતા પાણી સીધું ઘૂસ્યું ઘરમાં, ગાડીઓ તણાઈ

મિત્રો અમદાવાદમાં ગઈ મોડીરાત્રે વરસેલા ભારે વરસાદને કારણે આખું શહેર પાણી પાણી થઈ ગયું છે જેને કારણે શહેરોનાં અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

આ ઉપરાંત અમદાવાદ શહેરના પ્રહલાદ નગર રોડ ઉપર પહેલા તળાવની પાળ તુટી જતાં આ તળાવનું પાણી સીધું જ વ્રજ વિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવી ગયુ હતું જેને કારણે બેઝમેન્ટમાં મુકેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.

મિત્રો આખી રાત અમદાવાદમાં મુશળધાર વરસાદ પડવાને કારણે શહેરના રોડ-રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ જતા ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા.

ભારે વરસાદને કારણે વાસણા બેરેજના આઠ દરવાજા 4 ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા અને સાબરમતી નદીમાં 18900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું.

અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના ઘણા બધા વિસ્તારોમાં જાણે કે દરિયો હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદ નગર, શિવરાજ પાર્ક, પાલડી, શ્યામલ વગેરેમાં હજુ પણ પાણી ભરાયેલા છે.

આ ઉપરાંત શહેરના નિકોલ-નરોડા, કૃષ્ણ નગર, રખિયાલ, ઇસનપુર, હાટકેશ્વર, અજીત મીલ વગેરે વિસ્તારોમાં જળમગ્ન થઈ ગયા છે.

આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો જેવા કે મણીનગર, રાણીપ, જજીસ બંગલો, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયા અને પરિમલ અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.