કો-રોના બાદ ભારતમાં આવી નવી મહામારી, 37000 ભૂંડોના મોતથી ફેલાયો ફફડાટ

મિત્રો આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ કો-રોના મહામારીનું ભોગ બન્યું હતું.

હવે ફરીથી ભારતમાં એક નવી મહામારી જન્મ લીધો છે.

કોરોના ચામાચીડિયા અને બીજા પ્રાણીઓમાં ફેલાયો હતો પરંતુ હવે મિઝોરમમાં નવો વાયરસ ભૂંડમાં ફેલાયો છે.

આફ્રિકન સ્વાઇન ફીવરના કારણે 37000 ભૂંડોના મોત થયા છે જેને કારણે ત્યાંની સરકાર હરકતમાં આવી ગઇ છે અને આપદા જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે.

મિઝોરમમાં સાત જિલ્લાના 50 ગામોમાં આફ્રિકન સ્વાઈન ફિવરનો પ્રકોપ ચાલી રહ્યો છે જેને કારણે ભૂંડો ટપોટપ મરી રહ્યાં છે અને આ વાયરસ માણસમાં ફેલાવાનો પણ ભય છે.

રાજ્યના પશુપાલન અને પશુચિકિત્સા પ્રધાને રોગચાળાને રાજ્યની આપતી તરીકે જાહેર કરવાની સંમતિ આપી દીધી છે.

ડોક્ટરે જણાવ્યું કે આફ્રિકન સ્વાઇન ફીવરને આપદા જાહેર કરતું જાહેરનામુ ટૂંક સમયમાં આવશે.

રાજ્યના પશુ ચિકિત્સા વિભાગ દ્વારા 25મે ના રોજ ભૂંડના મૃત્યુના આંકડા જાહેર કર્યા હતા.

આ આંકડા પ્રમાણે માર્ચ થી 25 મે સુધીમાં આ બીમારીને કારણે 37000 ભૂંડના મોત થયા છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.