રેશનકાર્ડ ધારકો માટે સૌથી મહત્વના સમાચાર / આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખમાં થયો ફેરફાર

મિત્રો આપણે જાણીએ છીએ કે રેશનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરવું હવે ફરજિયાત થઇ ગયું છે.

ભારત સરકાર દ્વારા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ આપવામાં આવી હતી પરંતુ હવે ભારત સરકાર દ્વારા તેને લંબાવવામાં આવી છે એટલે કે હવે 30 જુન સુધીમા તમારે તમારા રેશનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરવું પડશે.

સરકારનું માનવું છે કે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કર્યા બાદ તમામ જરૂરિયાતમંદોને તેમના હિસ્સાનું અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ સરળ બની જશે.

સરકાર દ્વારા સમયાંતરે આ સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. શરૂઆતમાં સરકારે આ કામ માટે અગાઉ 31 ડીસેમ્બર 2021 નો સમય આપ્યો હતો જે બાદમાં 31 માર્ચ સુધી લંબાવ્યો હતો.

સરકાર દ્વારા જ્યારથી રેશનકાર્ડને યુનિવર્સલ અથવા વન નેશન વન રેશન તરીકે જાહેર કર્યું છે ત્યારથી તેને આધાર સાથે લિંક કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.

સરકાર આધાર લીંક કરીને ભ્રષ્ટાચાર અને અનિયમિતતાને રોકવાની પણ તૈયારી કરી રહી છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અસ્થાયી કાર્યસ્થળ પર રાસનથી વંચિત રહેલા સ્થળાંતરિત વસ્તી માટે આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે.

આવું કર્યા બાદ આવી વસ્તી ગમે ત્યાંથી રાશનનો લાભ લઇ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2019 માં વન નેશન વન રેશન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી.

આ યોજનાનો મુખ્ય ઉદેશ સમગ્ર દેશમાં એક રેશનકાર્ડ નિયમિત કરવાનો છે.

આ યોજના દ્વારા ભારતનો નાગરિક કે જે રેશનકાર્ડ ધરાવે છે તે દેશના કોઇપણ રાજ્યમાંથી રેશન લઇ શકશે અને તેનું રેશનકાર્ડ સમગ્ર દેશભરમાં માન્ય રહેશે અને આ યોજનાનું કામ ડિજિટલ રીતે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ હેરાફેરી થઈ શકે નહીં.

મળતી માહિતી પ્રમાણે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે.

એક સર્વે પ્રમાણે આ વર્ષે ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં રેશનના 96% લાભાર્થીઓને પોતાને એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનામાં સામેલ કરી દીધા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.