માતાજીના દર્શન કરી પરત ફરતા પરિવારને ભયંકર અકસ્માત નડ્યો : આખો પરિવાર પળભરમાં જ વિખાઈ ગયો

મિત્રો આપણે જાણીએ છીએ કે લોકો હાલના સમયમાં હરવા-ફરવાના ખૂબ જ શોખીન હોય છે.

અત્યારના સમયમાં જ્યારે પણ લોકોને સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે ફરવા જતા રહેતા હોય છે પરંતુ ઘણી વખત એવી ઘટનાઓ પણ બનતી હોય છે જે જાણીને લોકો ચોંકી ઉઠતા હોય છે.

મિત્રો તમને જણાવતા દુઃખ થાય છે કે આવી જ દુઃખદ ઘટના મળી છે જેમાં એક પરિવાર માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડયો હતો.

મેનપુરના ઓછા વિસ્તારમાં સોમવારના રોજ આ એક ગંભીર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં પુરુષો મહિલાઓ અને બાળકો બધા ટ્રેક્ટર લઈને શિતળા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને પરત ફરતી વખતે ટ્રેક્ટર ચાલકે ટ્રેકટર ઉપર કાબૂ ગુમાવતાં ગંભીર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા છે જેમાં બે યુવતી અને બે મહિલા છે.

આ અકસ્માતમાં બીજા અન્ય 20 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં 19 વર્ષીય રાગિણી, 25 વર્ષીય માલતી, 12 વર્ષની ગરિમા અને 60 વર્ષીય ગીતા દેવીનું કરૂણ મોત નિપજયું હતું.

આ અકસ્માતને લઈને ચારેતરફથી મચી ગઇ હતી. આ ઘટના ટ્રેક્ટરની વધુ ઝડપ હોવાને કારણે ટ્રોલી બેકાબૂ બની હતી જેને કારણે ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી.

ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આજુબાજુના લોકોને લઈને મદદ કરવા માટે પહોંચી ગઈ હતી અને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તે ઉપરાંત જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.