કેનેડામાં થયો ગમખ્વાર અકસ્માત : પાંચ ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત

મિત્રો કેનેડાના ટોરેન્ટોથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

13 તારીખે શનિવારના રોજ એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે.

આ માહિતી કેનેડામાં રહેતા ભારતના હાઇ કમિશનર અજય બીસારિયાએ આપી હતી.

પ્રાંતીય પોલીસના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓ એક વાનમાં હતા અને લગભગ 3:45 ની આસપાસ એક ટ્રેક્ટર-ટ્રેલર તેના વાન સાથે અથડાયું અને વાહનમાં સવાર પાંચ લોકોને ઘટનાસ્થળે જ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં એક 24 વર્ષીય હરપ્રીતસિંહ, 21 વર્ષીય જશ્પીન્દરસિંહ, 22 વર્ષીય કરણપાલસિંહ, 23 વર્ષીય મોહિત ચૌહાણ અને 23 વર્ષીય પવન તરીકે થઈ છે.

પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાંચ વિદ્યાર્થીઓ મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા.

આ ઉપરાંત વાહનમાં સવાર અન્ય બે મુસાફરોને પણ ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટ્રેક્ટર-ટ્રેલરના ચાલકને કોઈ પ્રકારની ઈચ્છા થઈ નથી અને તેની તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત હજુ સુધીમાં કોઈ પ્રકારના આરોપો દાખલ કરવામાં આવ્યા નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.