આદ્રા નક્ષત્ર બેસતા ચારેકોર મેઘ મહેરની અંબાલાલ પટેલની ભયંકર આગાહી : સર્જાશે જળબંબાકારની સ્થિતિ, નદીઓમાં આવશે ઘોડાપૂર

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ચોમાસાનો મોટાભાગનો આધાર નક્ષત્ર ઉપર રહેલો છે.

જુદાં જુદા નક્ષત્રો પ્રમાણે વરસાદની ચાલ તેમજ ગતિવિધિઓ બદલાતી હોય છે. હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે પરંતુ હવે તે પણ પૂર્ણ થવાને આરે છે અને આ નક્ષત્રમાં કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ આગમન કર્યું છે.

આ ઉપરાંત આ નક્ષત્ર પૂર્ણ થતાની સાથે જ આદ્રા નક્ષત્ર બેસે છે, આ નક્ષત્ર 22 જૂનના રોજ બેસવા જઈ રહ્યું છે.

મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે અને તેના અનુમાન મુજબ આ નક્ષત્રમાં પણ ખૂબ જ સારો વરસાદ થશે.

આ નક્ષત્ર દરમિયાન એટલે કે 22 તારીખથી લઇને 5 જુલાઈ સુધી જુદી જુદી વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેના પગલે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૃ થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આદ્રા નક્ષત્રમાં વધુ એક વાવણીલાયક વરસાદ થશે ત્યાર બાદ મેઘરાજા ચારેકોર જળબંબાકારની સ્થિતી બનાવવા જઈ રહ્યા છે કે જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

આગામી પાંચ દિવસની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે જેને કારણે હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરીયાકિનારે 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

મિત્રો વલસાડનો દરિયો ગાન્ડો થયો છે ત્યારે સુરતના દરિયાકિનારે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બીજી બાજુ જાફરાબાદ, શિયાળબેટ સહિતના અનેક દરિયા કિનારાના વિસ્તારો ઉપર દરિયામાં ભારે પવન સાથે મોટા મોજા ઉછળી રહ્યા છે. આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ મેઘરાજા દરેક વિસ્તારમાં ધબધબાટી બોલાવવા જઈ રહ્યા છે.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમામ નદીઓમાં ઘોડાપૂર આવવાની શક્યતા રહેલી છે કારણ કે આ નક્ષત્રમાં અમુક જિલ્લાઓમાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે એટલે કે વર્ષની સાથે જ નદી-નાળામાં પાણી ત્યારે અમુક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

21 તારીખથી 27 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે દરેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ તેમજ ચારેકોર પાણી જ પાણી દેખાવા લાગશે..

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.