આ વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા : આદ્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો

મિત્રો નક્ષત્રને લઈને એક મોટી લોકવાયકા પ્રચલિત છે કે…

“મગસરા વાયા તો આદ્રા મે આયા, વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”

મૃગશીર્ષ નક્ષત્રમાં જો ખૂબ જ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો.

મિત્રો પ્રચલિત લોકવાયકા પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ નોંધાયો હતો અને આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ ,ભરપૂર વરસાદ જણાઈ રહ્યો છે. જો મોડી અથવા બીજી વાર વાવણી ઘણી વખત આદ્રા નક્ષત્રમાં થતી હોય છે.

મિત્રો 22 જૂનથી સૂર્યનું પરિભ્રમણ આદ્રા નક્ષત્રમાં થશે એટલે કે બુધવારે 11:44 કલાકે આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રનું વાહન ઘેટું છે.

મિત્રો સામાન્ય રીતે આજના નક્ષત્રમાં પાછોતરી વાવણી થતી હોય છે. અષાઢી બીજની વાવણી પણ આ જ  નક્ષત્રમાં જતી હોય છે.

આ ઉપરાંત મૃગશીર્ષ નક્ષત્રમાં જો કડાકા-ભડાકા કરતો હોય તો આદ્રા નક્ષત્રની અંદર ભરપૂર વરસાદ પડતો હોય છે.

આપણે જાણીએ છીએ કે મૃગશીર્ષ નક્ષત્રમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જેને લઇને આદ્રા નક્ષત્રની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના મોડેલ પ્રમાણે 22 તારીખથી ગુજરાત ઉપર એક વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે. 22 થી 23 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જશે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે, જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.