આદ્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : 21 તારીખથી મેઘરાજા ભુક્કા બોલાવશે

નમસ્કાર મિત્રો ખાનગી હવામાન સંસ્થા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં 22 જૂનથી લઈને 30 જૂન દરમિયાન ભરપૂર વરસાદ પડવાની શક્યતા છે.

મિત્રો 22 જૂનથી અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે જેને લઇને ગુજરાતની અંદર ફરીથી એક મોટો વરસાદ આવશે.

આપણે જાણીએ છીએ કે અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્ર પૂરું થયા પછી આદ્રા નક્ષત્ર બેસશે. તારીખ 22/6/2022 થી આ નક્ષત્રની શરૂઆત થઈ જશે અને એક અનુમાન મુજબ આ નક્ષત્રમાં સારો વરસાદ પડશે.

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રની અંદર પણ કડાકા અને ભડાકા સાથે વરસાદ પડયો હતો અને ઘણા વિસ્તારોમાં વાવણી પણ થઇ ચૂકી છે આવી રીતે આ નક્ષત્રમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

હવે આવતીકાલથી એટલેકે 22 જૂનથી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે જેમાં આગાહી કરવામાં આવી છે કે આ નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે આદ્રા નક્ષત્ર વાવણી લાયક વરસાદ વરસશે અને મેઘરાજા જળબંબાકારની સ્થિતી બનાવવા જઈ રહ્યા છે એટલે કે જુદા જુદા જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે જેને કારણે આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્ર પર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે જે વધુ વરસાદ લાવી શકે છે.

આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.