જો આધારકાર્ડમાં તમારો ફોટો ના ગમતો હોય તો આ રીતે સરળતાથી બદલી નાખો

અત્યારના સમયમાં આધારકાર્ડ દેશના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચૂક્યું છે.

કોઇપણ પ્રાઇવેટ કે સરકારી કામ માટે તમારા આધાર તરીકે આધારકાર્ડ પહેલા માંગવામાં આવે છે જે તમારી ઓળખ બતાવે છે એટલે ભારતના જ નાગરિક છો.

સિમકાર્ડ લેવાથી લઈને બેંકના કોઈ પણ કામ હોય આધાર કાર્ડ જરૂરી છે. એટલા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે.

આજના આર્ટિકલમાં આપણે વાત કરીશું કે આધારકાર્ડમાં જો તમારો ફોટો તમે ના ગમતો હોય અને તેને બદલવા માંગતા હોવ તો કઈ રીતે ફેરવી શકાય.

આધારકાર્ડમાં ફોટો બદલાવવા માટે કોઈ ઓનલાઇન પ્રોસેસ તમારે ફોલો નથી કરવાની તેના માટે તમારે નજીકના આધાર સેન્ટરમાં જઈને આ પ્રકારની પ્રોસેસ પૂરી કરવાની છે.

  1. આધારકાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને આધાર એનરોલમેન્ટ, કરેકશન, અપડેટ ફોર્મ ડાઉનલોડ કરો ત્યારબાદ ફોર્મ સંપૂર્ણ રીતે ભરો.
  2. ત્યારબાદ તમારા નજીકના આધારકેન્દ્ર પર જઈને આ ફોર્મ જમા કરાવી દો, સાથે જ તમારું બાયોમેટ્રિક ડિટેલ આપી દો.
  3. પછી કર્મચારી તમારો એક લાઈવ ફોટો લેશે અને તેને સિસ્ટમમાં અપડેટ કરી દેશે.
  4. છેલ્લે તમારે આ પ્રોસેસના 25 રૂપિયા પ્લસ જીએસટી ફી ભરવાની રહેશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.