તંગી સર્જાઈ / 700થી વધુ પેટ્રોલ પંપ બંધ : માત્ર બે-ત્રણ દિવસનો સ્ટોક બાકી

મિત્રો આપણે જાણીએ છીએ કે આજકાલ પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે કેમકે એવી પણ અફવા ફેલાઈ રહી છે કે હવેથી પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે.

મિત્રો રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ લઈને પણ મોટી ભારે રામાયણ થઈ છે. પેટ્રોલ પંપ પર વાહનચાલકોને out of stock લખેલું જોવા મળી રહ્યું છે.

મંગળવારે રાજસ્થાનમાં કુલ 2500 માંથી 700 પંપ બંધ હોવાની વિગતો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનને મળી છે.

પેટ્રોલની તંગીના મુખ્ય કારણો :

સૌથી પહેલું કારણ ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને પેટ્રોલિયમ કંપનીઓ તરફથી કરવામાં આવતી મનમાની તેની પાછળ જવાબદાર છે.

ક્રૂડ ઓઇલ થયું મોંઘું / પહેલા 90 થી 100 ડોલર પ્રતિ બેરલ મળતું હતું ત્યારે હાલમાં 126 ડોલર પ્રતિ બેરલ થઈ ગયુ.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓએ કોઈપણ પ્રકારની સુચના વગર જ પાંચ દિવસની ઉધારની સુવિધા બંધ કરી દીધી છે.

રાજસ્થાનના જયપુરની અંદર પણ મંગળવારે અફવા ફેલાઈ હતી કે બુધવારે રાત્રે પેટ્રોલ પંપ બંધ રહેશે ત્યારે આવા સમયે શહેરના કેટલાય પેટ્રોલ પંપ પર ભારે ભીડ ઉમટી હતી.

મિત્ર રાજસ્થાનના અન્ય જિલ્લાની વાત કરીએ તો શિકરમાં 80% પંપ બંધ થઈ ગયા છે. ડીઝલની દરરોજ પાંચ લાખ લીટરની ડિમાન્ડની સરખામણીએ ચાર લાખ લીટરની સપ્લાય થઈ હતી.

જોધપુરની અંદર પણ 60 પેટ્રોલ પંપમાં ઓઇલ ખતમ થઈ ચૂક્યું છે, રિલાયન્સ અને નાયરાના 50 થી 55 પંપ ડ્રાય થયા બાદ બંધ પડ્યા છે.

આ ઉપરાંત હનુમાનગઢમાં રિલાયન્સ પંપ બે દિવસથી બંધ છે અને અન્ય પર પંપ પર બે દિવસનો સ્ટોક બચ્યો છે.

ઉદયપુરમાં એચપીસીએલ, બીપીસીએલ, રિલાયન્સના 50 પેટ્રોલ પંપ ડ્રાય થયા બાદ બંધ છે. 150 પંપ તંગી સામે ઝઝૂમી રહ્યા છે જેઓ સ્ટોક ખતમ થઇ જશે આ પેટ્રોલ પંપ પણ બંધ થઈ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.