કુદરતને ઝુકાવી ૭૦ વર્ષે માતા બનેલા જીવુબેન આ રીતે કરી રહ્યા છે દીકરાનું લાલન-પાલન

મિત્રો હાલમાં જ માન્યામાં ન આવે તેવી એક ઘટના કચ્છમાં બની છે જ્યાં એક 70 વર્ષના જીવુબેને લગ્નના 45 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો આ દંપતી છેલ્લા 40 વર્ષથી સંતાન માટે ઝંખતા હતા.

70 વર્ષના જીવુબેન તેમના 75 વર્ષના પતિ સાથે કચ્છના મોરા ગામમાં રહે છે. આ ગામમાં કાચા મકાનમાં રહેતા આ દંપતી પોતાના લાડકા દીકરાનું લાલન પાલન કરી રહ્યા છે.

કચ્છના રાપર તાલુકાના મોરા ગામમાં રહેતા આ દંપતી છેલ્લા 45 વર્ષથી તેના ઘરે શેર માટીની ખોટ પૂર્ણ થાય તેની રાહ જોતા હતા. તેમણે આખી જિંદગીમાં ઘણી બધી માનતા કરી, બાધાઓ રાખી તેમ છતાં તેમને નિરાશા સાંપડી હતી.

આ દંપતીની ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી જેના કારણે આખરે ભગવાને તેની સામે જોયું અને 70 વર્ષની ઉંમરે જીવુબા માતા બન્યા.

જીવુબેન રબારીએ પુત્રને જન્મ આપ્યો છે આ સમાચાર આખા ગામ અને સમાજમાં વાયુવેગે પ્રસરી ગયા અને બધા લોકોમાં ખુશી વ્યાપી ગઈ.

કાચા મકાનમાં રહેતા આ દંપતી પોતાના બાળકનો કોઈ બંગલામાં ઉછેરના થાય એવો ઉછેર કરી રહ્યા છે.

પશુપાલનનો વ્યવસાય કરતા વાલાભાઇ રબારી અને તેની પત્ની જીવુબેન બંને પોતાના દીકરાનું પૂરતું ધ્યાન રાખી રહ્યા છે તેમની તમામ જરૂરિયાત પૂરી કરી રહ્યા છે અને દીકરાનો વ્હાલથી ઉછેર કરી રહ્યા છે.

આ ઉંમરે ભગવાને બાળકની ખોટ પુરી કરતા તેમણે પોતાના બાળકનું નામ “લાલો” રાખ્યું છે.

ભુજની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે કેમ કે તેમની મહેનતથી જ જીવુબેને 70 વર્ષની ઉંમરે ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકને જન્મ આપ્યો.

ડોક્ટર નરેશ ભાનુશાલીએ જણાવ્યું કે આ ઉંમરે બાળકને જન્મ આપવો એ દુર્લભ કિસ્સો છે કેમકે આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી, આવું ચોખ્ખું ડોક્ટરે કહ્યું છતાં ભગવાન ઉપર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાથી આખરે સફળતા મળી છે.

ડોક્ટરે જણાવ્યું કે આજથી અઢી વર્ષ પહેલા જેવુંબેન અને તેના પતિ બાળકના જન્મની ઈચ્છા લઈને મારી પાસે આવ્યા હતા ત્યારે હવે તેને ઘસીને ચોખ્ખી ના પાડી દીધી કે આ ઉંમરે શક્ય નથી પરંતુ જીવુંબેનને માતૃત્વ ધારણ કરવાની પ્રબળ ઈચ્છા હતી.

આખરે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા આ બેનની સારવારનો પ્રારંભ થયો. આ દંપતી સારવાર માટે પોતાના ગામથી ભુજ સુધીના 150 કિલોમીટરના ધક્કા હોંશે હોંશે ખાતું હતું.

ડોક્ટરના કહેવા પ્રમાણે આ સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી કેમકે જીવુબેનનું માસિક ધર્મ બિલકુલ ચાલ્યું ગયું હતું તેથી તે પાછું લાવવા માટે દૂરબીનથી એક નાનકડું ઓપરેશન કરવામાં આવ્યું અને ગોળીઓ અને ટ્રીટમેન્ટથી માસિક ધર્મ પાછું લાવ્યા અને પછી આઈ.વી.એફ. ટેકનિકથી બાળક કરવામાં આવ્યું હતું.

ડોક્ટરે જણાવ્યું કે પ્રથમ પ્રયાસમાં જ સ્ત્રીબીજ અને શુક્રબીજનું ફલીનીકરણ થઈ ગયું હતું અને નવમાં મહિને જીવુબેને એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. ડોક્ટર આ ઘટનાને કુદરતનો કરિશ્મા ગણાવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.