હોળી પહેલા આ 7 સંકેત મળે તો સમજી જજો કે મા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારો સારો સમય આવશે

મિત્રો આપણે જાણીએ છીએ કે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને જો આ દરમિયાન તમારા જીવનમાં સારો સમય આવવાનો હશે તો ભગવાન તમને પહેલેથી જ જરૂરી સંકેત તો આપી દેશે.

મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ બંને સમય આવતો હોય છે જેવી રીતે રાત પછી દિવસ હોય તેવી જ રીતે હોળી પછી ધુળેટી આવે છે તે રીતે ખરાબ સમય પછી સારો સમય પણ અવશ્ય આવે છે.

ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે ચિંતા ના કરવી જોઈએ અને તમારો ખરાબ સમય પૂરો થવાના સમયે ભગવાન અને પ્રકૃતિ જરૂરી સંકેતો પણ આપી દે છે કે હવે તમારા જીવનમાં સારો સમય આવવાનો છે.

પરંતુ આપણે તેને સમજી શકતા નથી કારણ કે તેની જાણકારી આપણને હોતી જ નથી. તો આજે આપણે એવા સંકેતો વિશે વાત કરવાના છીએ જે સારો સમય આવતા પહેલા તમને જોવા મળે છે.

જ્યારે તમે સવારે ઉઠો છો અને અરીસામાં તમારો ચહેરો જોવો છો ત્યારે જ ચહેરામાં થોડો ફેરફાર દેખાય અથવા ચમક દેખાય તો સમજી જજો કે તમારા સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે.

જો તમારો બિનજરૂરી ખર્ચ ઘટી જાય અથવા બંધ થઈ જાય અને તમારી પાસે પૈસા ટકવાની શરૂઆત થઈ જાય અને તમે બેંક બેલેન્સ અને પૈસા જમા કરવામાં તમે સફળ બનો તો સમજી જશો કે તમારો શુભ સમય શરૂ થઈ ગયો છે.

જો તમે તમારા સંબંધીઓને અથવા કોઈ અન્ય લોકોને પૈસા આપ્યા હોય અને તે તમને સવારના સમયમાં જ પાછા મળવાનું શરૂ થઈ જાય તો સમજી જજો કે તમારો શુભ સમય શરૂ થયો છે.

આ ઉપરાંત પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા પણ શુભ સંકેતો મળતા હોય છે. જો કોઈ વાંદરો તમારી છત પર કેરીનો ગોટલો ફેંકી દે છે અથવા બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે છે અથવા તો પક્ષી તમારી છત પર ચાંદીની વસ્તુ છોડે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

જો તમે સવારે ઘરની બહાર જાવ છો ત્યારે કોઈ તમારી સામે પાણી અથવા દૂધ ભરેલા વાસણની સાથે આવે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે.

આ ઉપરાંત સવારમાં જ્યારે તમે કામ પર જાવ છો ત્યારે હસતા હસતા મો સાથે કોઈ બાળક અથવા નાની છોકરી તમારી સામે આવશે તો સમજો કે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે અને તમારા કાર્યમાં તમને સફળતા મળશે.

ભારતીય સામાજિક પરંપરા પ્રમાણે નાળિયેરને ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નાળિયેર દેખાય છે તો સમજી જશો કે હવે સારા સમાચાર આવવાના છે.

જ્યારે તમે રાત્રે સૂતા હોવ અને સપનામાં કોઈ ઊંચી ઇમારત અથવા ઊંચી જગ્યા ઉપર તમે ઉભા હોય તેવું દેખાય તો સમજી જજો કે તમને કારકિર્દીમાં સફળતા મળશે.

ઘરના મંદિરમાં પૂજા અથવા આરતી કરતી વખતે જો કોઈ ફૂલ અથવા પાન તમારી સામે ખરી જાય તો સમજી લો કે ભગવાન તમારાથી ખૂબ પ્રશન્ન છે અને તમારી મનોકામના પૂર્ણ કરવા જઈ રહ્યા છે.

જ્યારે તમે ઘરેથી કોઇ કામ માટે બહાર નીકળો છો ત્યારે અચાનક સિક્કો તમને પડેલો જોવા મળે છે તો સમજી લો કે ઉધાર આપેલાં પૈસા જલ્દી તમને પાછા મળવાના છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.