1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, જુઓ શું થશે તમારા ખિસ્સા ઉપર અસર

મિત્રો આપણે જાણીએ છીએ કે નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ 2022 થી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા પૈસા સંબંધિત નિયમોની અંદર ફેરફાર થવાના છે.

આ ઉપરાંત 1 એપ્રિલથી ઘણી બધી યોજનાઓના નિયમોમાં પણ ફેરફાર થવાના છે જેની સીધી અસર આપણા રોજિંદા જીવન સાથે થવાની છે.

1. પોસ્ટ ઓફિસની યોજનામાં થશે ફેરફાર :

મિત્રો 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની ઘણી બધી યોજનાઓ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં હવે ગ્રાહકોએ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેલેરી એકાઉન્ટ અથવા બેક એકાઉન્ટ ખોલાવવું પડશે.

આ ઉપરાંત નાની બચતમાં જમા રકમ ઉપર અગાઉ જે વ્યાજ મળતું હતું તે હવે પોસ્ટ ઓફિસમાં બચત ખાતા અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

2. એક્સિસ બેન્કે બદલ્યા નિયમો :

એક્સિસ બેન્ક બચત ખાતા માટે માસિક બેલેન્સની મર્યાદા 10000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરી છે. આ નિયમ 1લી એપ્રિલ 2022થી લાગુ થશે.

3. પીએનબીએ બદલ્યો આ નિયમ :

PNB દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 4 એપ્રિલથી બેંક પોઝીટીવ પે સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે જેમાં હવેથી ચકાસણી વિના ચેકની ચૂકવણી શક્ય નથી અને આ નિયમ દસ લાખ રૂપિયા કે તેથી વધુના ચેક માટે ફરજીયાત છે.

4. Cryptocurrency ઉપર લાગશે ટેક્સ :

મિત્રો 1 એપ્રિલથી કેન્દ્ર સરકારે બજેટમાં cryptocurrency ઉપર ટેક્સ લાગુ કર્યો છે.

1 એપ્રિલથી સરકાર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ અથવા crypto ઉપર 30 ટકા ટેક્સ લગાવશે. આ ઉપરાંત જ્યારે crypto એસેટ વેચવામાં આવશે ત્યારે તેના વેચાણ ઉપર એક ટકા ટીડીએસ કાપવામાં આવશે.

5. ઘર ખરીદવું થશે મોંઘું :

1 એપ્રિલથી ઘર ખરીદવું થશે મોંઘુ કારણ કે કેન્દ્ર સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને કલમ 80-EEA હેઠળ ટેક્સ છૂટનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે.

6. દવાઓ થશે મોંઘી :

1 એપ્રિલથી પેઈન કિલર, એન્ટિબાયોટિક્સ, એન્ટિવાયરસ જેવી ઘણી બધી દવાઓની કિંમતમાં 10 ટકાથી પણ વધુનો વધારો થવાનો છે. સરકારના આ નિર્ણય બાદ 800 થી વધુ દવાઓના ભાવ વધશે.

7. ગેસ સિલિન્ડર થઈ શકે મોંઘો :

આપણે જાણીએ છીએ કે સરકારી તેલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કીંમતની ચકાસણી અને સમીક્ષા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પહેલી એપ્રિલે સરકાર ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.