64 કલાકનું લોકડાઉન થયુ લાગુ, થશે બધું બંધ, બધા લોકો જરૂર જોઈ લો

મિત્રો ભારત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો રાફડો ફાટયો છે અને એક પછી એક બધા રાજ્યો કડક પ્રતિબંધ લાગુ કરી રહ્યા છે.

કાશ્મીરમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતા ત્યાંની સરકારે શુક્રવારે 64 કલાકનું લોકડાઉન જાહેર કરી દીધું છે.

કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતથી જ કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા કાશ્મીરમાં બિનજરૂરી અવરજવર ઉપર રોક લગાવી દેવામાં આવી છે.

આંકડાની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં કોરોનાવાયરસના 5992 કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.

જમ્મુ અને કાશ્મીરની સરકાર દ્વારા શુક્રવારે બપોરના 2 વાગ્યાથી સોમવાર સવારના 6 એટલે કે 64 કલાક સુધી પુરા જમ્મુ અને કાશ્મીરમાં બિનજરૂરી અવર-જવર ઉપર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરમાં જેટલી પણ દુકાનો અને અન્ય કારોબારી પ્રતિષ્ઠાન હતા તેને પોલીસે બંધ કરાવી દીધા છે આ ઉપરાંત પોલીસે બજારો પણ બંધ કરાવી દીધા છે.

પોલીસે શ્રીનગર અને ઘાટીના અન્ય વિસ્તારોમાં લોકોની અવર-જવર રોકવા માટે અનેક સ્થળોએ બેરીકેટ લગાવી દીધા છે.

આ ઉપરાંત તમિલનાડુ સરકારે પણ કોરોનાના કેસ માં ભારે ઉછાળો આવતા weekend કરફ્યુ અને રાત્રિ કરફ્યુ લગાવ્યો છે.

તમિલનાડુ સરકારે રવિવારે એટલે કે 23 જાન્યુઆરીએ સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ અંગેની જાહેરાત કરી છે.

આ ઉપરાંત લોકડાઉન દરમિયાન રાજ્યમાં તમામ શાળાઓ, કોલેજો, ઓફિસ, બજાર, સ્પા તમામ બંધ રહેશે. માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

આ અગાઉ પણ રાજ્ય સરકારે 9 જાન્યુઆરી અને 16 જાન્યુઆરીએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું હતું અને રાજ્યમાં 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યું અમલમાં મૂકવામાં આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.