ઘરમાં આ 6 વસ્તુઓ રાખવાથી થશે બરકત : સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે અકસીર ઉપાય

1. ચાંદી કે પિત્તળનો પિરામિડ:

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેના પ્રભાવથી ઘરમાં સુખ શાંતિમાં પણ વૃદ્ધિ થાય છે. ઘરમાં ચાંદી પિત્તળ ના પિરામિડ રાખવાથી ઘરમાં બરકત આવે છે.

2. કળશ:

ઘરના ઉત્તર દિશામાં પાણીથી ભરેલો કળશ રાખવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી અને ઘરના કણ કણ પર તેનો સારો પ્રભાવ પડે છે.

3. ધનલક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ:

ઘરની ઉત્તર દિશામાં ધનલક્ષ્મીની તસ્વીર અથવા મૂર્તિ રાખવામાં આવે તો ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. ખાસ કરીને કમળ ઉપર વિરાજીત હોય અને સિક્કા વરસાવતા હોય તેવી મા લક્ષ્મીની મૂર્તિ ખૂબ જ શુભદાયી અને ફળદાયી છે.

4. માછલી કે કાચબો:

ઘરમાં ધાતુથી બનેલા માછલી કે કાચબા રાખવાથી ગરીબી દૂર થાય છે અને મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસે છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

5. પ્લાન્ટ:

ઘરની અંદર બાબુનો પ્લાન્ટ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને વૈભવમાં વૃદ્ધિ થાય છે અને પ્રગતિના દ્વાર પણ ખુલી જાય છે.

6. પાણીની ટાંકી:

ધન સંબંધી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં પાણીની ટાંકી પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ જેથી ઘરમાં ધનનું આગમન થાય છે અને ગરીબી દૂર થાય છે.