1 નવેમ્બરથી બદલાઈ જશે આ છ નિયમો : જાણો કેવી પડશે તમારા ખિસ્સા પર અસર

મિત્રો દર મહિને ઘણા બધા નિયમોમાં ફેરફાર થતો હોય છે. આપણે જાણીએ છીએ કે દિવાળી નજીક આવી રહી છે અને આ તહેવારોના દિવસોમાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે.

આજે આપણે જાણીશું એવા 6 નિયમો વિશે જે 1લી નવેમ્બરથી બદલાઈ જવાના છે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર આપણા ખિસ્સા પર થવાની છે.

1. ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર::

દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થતો હોય છે. ગયા મહિને એટલે કે ઓક્ટોબરની શરૂઆતમાં સિલિન્ડરમાં 15 રૂપિયાનો વધારો થયો હતો.

જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 90 રૂપિયાનો વધારો થયો છે. 1 નવેમ્બર 2021 થી પણ સિલિન્ડરના ભાવમાં વધઘટ થશે.

2. પેન્શનના નિયમોમાં ફેરફાર::

જે લોકો પેન્શન મેળવી રહ્યા છે તેને પોતે જીવિત છે તેના પુરાવા તરીકે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.

આ પ્રમાણપત્ર 1 ઓક્ટોબર 2021 થી 30 નવેમ્બર 2021 સુધી રજુ કરવાનું રહેશે. પેન્શન ચાલુ રાખવા માટે બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકીય સંસ્થામાં દર વર્ષે આ પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે.

3. રેશનકાર્ડ ધારકોને દિવાળી ભેટ::

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રેશનકાર્ડ ધારકોને 1 નવેમ્બરથી ઘઉ, ચોખા, તુવેરદાળ અને કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવશે.

તહેવારોના દિવસો હોવાથી સરકાર દ્વારા બીપીએલ, અંત્યોદય અને એન.એફ.એસ.એ.  રેશનકાર્ડ ધારકોને એક લીટર કપાસિયા તેલનું પાઉચ સસ્તા દરે આપવામાં આવશે અને બધા રેશનકાર્ડ ધારકોને આ વખતે એક કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે.

4. Whatsapp થશે બંધ::

Whatsapp ની પેરેન્ટિંગ કંપની ફેસબુકે ગયા મહિને જ જાહેરાત કરી હતી કે 1 નવેમ્બરથી Whatsapp અમુક સ્માર્ટફોન અને આઇ ફોનની અંદર કામ કરવાનું બંધ કરી દેશે.

એપ્લિકેશનની સુરક્ષા અને યુઝરની Privacy ને ધ્યાનમાં લઇને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કયા કયા મોડલમાં Whatsapp બંધ થઈ જશે તે જોવા માટે અહીં ક્લિક કરો.

5. પીએમ કિસાન યોજનામાં ફેરફાર::

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો 10 મો હપ્તો દિવાળી ઉપર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.

આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે કે હવે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે રેશનકાર્ડ ફરજિયાત છે. જે ખેડૂતમિત્રો પાસે આ કાર્ડ નહીં હોય તેને આ યોજનાનો લાભ નહીં મળે.

6. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ::

ગુજરાત રાજ્યમાં 1લી નવેમ્બરથી 30 નવેમ્બર સુધીના સમયગાળામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની શરૂઆત થશે.

આ કાર્યક્રમમાં તમે નવી નોંધણી, નામ રદ કરવું, નામ કે અન્ય વિગતો સુધારવી વગેરે સુધારા-વધારા નિયત નમૂનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કે પછી બુથ લેવલ ઓફિસરોને હક દાવાઓ રજૂ કરી શકાશે.

તો મિત્રો આ એવા 6 નિયમો જે 1 નવેમ્બર 2021 થી બદલાઈ જવાના છે. તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ માહિતીને શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.