1 ડિસેમ્બર 2021 થી 6 નિયમોમાં થશે ફેરફાર, જાણો કેવી પડશે તમારા ખિસ્સા ઉપર અસર!!

1. ખેડૂતોને મળશે ૧૦મો હપ્તો :

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાનો 10 મો હપ્તો ડિસેમ્બર મહિનામાં આપવામાં આવશે. 10 મો હપ્તો 15 ડીસેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

હવેથી આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અન્ય દસ્તાવેજોની સાથે રેશન કાર્ડ આપવું પણ જરૂરી છે.

2. બેંકના વ્યાજદરમાં ફેરફાર:

જે ગ્રાહકોનું સેવિંગ ખાતું PNBમાં છે તેના માટે મહત્વના સમાચાર કે બેંકે બચત ખાતા પર વ્યાજ દર 2.90 ટકાથી ઘટાડીને 2.80 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર નવા અને જૂના બંને ગ્રાહકોને લાગુ થશે.

1 ડિસેમ્બર 2021 થી જે બચત ખાતામાં દસ લાખ રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તેને માટે વાર્ષિક વ્યાજ દર 2.80 ટકા હશે અને જે ખાતામાં બેલેન્સ દસ લાખ રૂપિયા કે તેથી વધુ હશે તેના માટે વાર્ષિક વ્યાજ દર 2.85 ટકા રહેશે.

3.SBIના કાર્ડ થશે મોંઘા:

1 ડિસેમ્બરથી SBIના Credit Card થી શોપિંગ કરવું મોંઘું થઈ જશે.

બેંક દ્વારા હવે 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લેવા જઈ રહી છે. ગ્રાહકોએ EMI ટ્રાન્જેક્શન માટે નવાણું રૂપિયાની પ્રોસેસિંગ ફી અને ટેક્સ ચૂકવવો પડશે.

4. LPG ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે:

મિત્રો આપણે જાણીએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે.

ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક રાહત પણ મળે છે. આ સ્થિતિમાં પહેલી ડિસેમ્બરે સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર આવી શકે છે. આ ઉપરાંત સબસીડી મળવાને લઈને પણ મોટું અપડેટ આવી શકે છે.

5. ટીવી જોવી થશે મોંઘી:

1 ડિસેમ્બરથી TV ચેનલોના બીલમાં વધારો થવા જઈ રહ્યો છે.

ટીવી ચેનલો જેવી કે ZEE, STAR, SONY અને Viacom18 વગેરે દ્વારા તેમની Subscription Fee વધારવામાં આવી છે જેથી તેમની ચેનલોને જોવા માટે દર્શકોએ 50 ટકા જેટલો વધુ ખર્ચ કરવો પડશે.

6. બાકસ થશે મોંઘી:

હાલમાં એક બાકસની કિંમત એક રૂપિયો ચાલી રહી છે પરંતુ 1 ડિસેમ્બરથી તેની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. આ વધારા બાદ બાકસની નવી કિંમત બે રૂપિયા થઈ જશે.

દીવાસળી અને બાકસ બનાવવા માટે જે કાચોમાલ ઉપયોગમાં લેવામાં આવે છે તેના ભાવમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.