એકસાથે 6 અર્થી ઉઠતા આખું શહેર હિબકે ચડ્યું : જુઓ કરુણ દ્રશ્યો

ગોંડલ નેશનલ હાઈવે ઉપર બિલીયારા ગામના પાટિયા પાસે અચાનક કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદાવીને સામેની સાઈડ એસ.ટી.બસ સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં છ લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ભૂક્કો બોલી ગયો હતો અને સમગ્ર હાઈવે એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ બગસરાના મુંજીયાસર ગામના વતની અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા (ઉમર વર્ષ 38) તેમના પત્ની સોનલબેન (ઉમર વર્ષ 38) અને તેમનો પુત્ર ધર્મિલ (ઉંમર વર્ષ 12) તથા માતા શારદાબેન (ઉંમર વર્ષ 56) બનેવી પ્રફુલભાઈ બાંભરોલીયા, બહેન ભાનુબેન અને આઠ વર્ષના ભાણેજ જેની સહિત બધા લોકો એસેન્ટ કાર મારફત સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.

મૃતદેહોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જ્યારે ધર્મિલ અને જેનીને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ધમનનું પણ મોત થતાં કુલ મૃત્યુ આંક 6 પર પહોંચ્યો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા આ છ લોકોને અંતિમ સંસ્કાર માટે સુરત લાવવામાં આવ્યા હતા.

સુરતના કઠોદરા વિસ્તારમાં જીવનધારા સોસાયટીમાં આ પરિવાર રહેતો હતો.

આ છ મૃતદેહોને સોસાયટીમાં લાવતા જ સમગ્ર સોસાયટીમાં અને આસપાસના વિસ્તારમાં દુઃખનો માહોલ પ્રસરી ગયો હતો.

એક સાથ 6 અર્થી ઉઠતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો, એવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા કે આ દૃશ્ય જોતાં જ ભલભલાના હૃદય દ્રવી ઉઠયા હતા અને લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

મોટા પ્રમાણમાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા પછી ભલે તે તેને જાણતા હોય કે ના જાણતા હોય.

આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને તેમના પરિવારજનોને આ કારમી થપાટને સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.