કેન્દ્ર સરકારની મોટી જાહેરાત આ લોકોને મળશે 50000 રૂપિયા, જાણો તમને મળશે કે નહિ?

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેમાં લાખો લોકોએ પોતાના સ્વજનોને અને સગા-સંબંધીઓને ગુમાવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી કે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે જેના ફોર્મ ૧૫ નવેમ્બરથી ભરવાના શરૂ થઈ જશે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સર્ટિફિકેટ આપવામાં આવશે જેમાં ઉલ્લેખ કરેલો હશે કે વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે જેના માટે સરકાર દ્વારા એક સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ સર્ટીફીકેટ આપવામાં આવશે.

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને 50000 રૂપિયા સુધીનું વળતર ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

પરંતુ મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાથી અલગ છે જે રાજ્યના આપદા પ્રબંધન ફંડમાંથી આપવામાં આવશે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો આ સહાય માટે અરજી કરે એના 30 દિવસની અંદર સહાય મળી જવી જોઈએ.

આપણે જાણીએ છીએ કે કોરોનાના કાળમાં આરોગ્યની અપૂરતી સુવિધાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘણી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી તો ઘણી જગ્યાએ દવાઓના અભાવને કારણે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ ન હતા.

અને દર્દીઓને કલાકો અને દિવસો સુધી વેટિંગમાં રહેવું પડતું હતો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને થોડીક આર્થિક સહાય મળે તે માટે આ પ્રકારનો મહત્વનો નિર્ણય લીધો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.