55 ઇંચ વરસાદ અને અતિવૃષ્ટિની આગાહી : કુદરતી બનાવોને આધારે રમણીકભાઈ વામજાની ભયંકર આગાહી

મિત્રો પ્રાચીન ખગોળવિદ્યાને આધારે એટલે કે આભામંડળ, વાદળા, લિસોટા, તાપમાન, પવનની દિશા, નક્ષત્ર, મેઘરવો, ઉતાસણીનો પવન, અખાત્રીજનો પવન, મા મહિનાનું માવઠું, વનસ્પતિની સાથે સાથે પંખીની બોલી ઉપરથી અભ્યાસ કરતા સૌરાષ્ટ્રના જાણિતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસા માટે મોટી આગાહી કરી છે.

રમણીકભાઈના જણાવ્યા પ્રમાણે ખેડૂતો માટે વર્ષ સારું અને વેપારી માટે મધ્યમ રહેશે.

આ વર્ષે ત્રણ તબક્કામા વાવણી થશે તેવું તેમણે જણાવ્યું છે જેમાં પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે.

જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડશે અને રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ આ વર્ષે ઓવરફ્લો થાય તેવી પણ સંભાવના છે. ચાલીસથી પચાસ ડેમ ઓવરફલો થશે અને રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ પડશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાછોતરા વરસાદ સાથે ખેડૂતોને માગ્યા વરસાદ થશે નહીં, ગુજરાતમાં ખંડવૃષ્ટિ થશે તો સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે.

આ ઉપરાંત ભાદરવા મહિનામાં તીડ પક્ષી આવવાની સંભાવના દેખાઈ રહી છે, એકંદરે ચોમાસું અનિયમિત અને સારું રહેશે.

48 થી 55 ઇંચ સરેરાશ વરસાદની સાથે આ વર્ષે 16 આની થાય તેવું પણ તેમનો અનુમાન છે.

તેમના જણાવ્યા પ્રમાણે 6 જૂનથી ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે.

10 જૂનથી 13 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર જિલ્લામાં વાવણી થવાની સંભાવના છે જ્યારે 24 થી 28 જૂન દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના છે.

3 જુલાઈથી 14 જુલાઇ દરમિયાન ફરીથી સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના છે. 28 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન સાધારણ વરસાદના સંજોગો જોવા મળી રહ્યા છે.

4 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન સાધારણ વરસાદનો રાઉન્ડ જોવા મળશે.

ત્યારબાદ 3 સપ્ટેમ્બરથી 6 સપટેમ્બર દરમિયાન બંગાળની ખાડીનો કરંટ વધુ જોવા મળશે જેમાં ભાવનગર અને સુરત બાજુ વધુ વરસાદની સંભાવના છે.

મિત્રો 10 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન બપોર પછી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. 2 ઓક્ટોબરથી 5 ઓકટોબર દરમિયાન હાથિયા નક્ષત્રમાં નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.