ગમખ્વાર અકસ્માત / મોબાઈલની બેટરી ફાટતા પાંચ વર્ષના ભૂલકાંનું મોત, માતા-પિતા થઈ જાઓ સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે બાળકોના હાથમાં મોટાભાગે મોબાઈલ ફોન જોવા મળતો હોય છે. મોબાઈલમાં તેઓ વિડીયો જોતા હોય અથવા ગેમ રમતા હોય છે.

ઘણી વખત એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેનું આપણે અનુમાન પણ ન લગાવ્યું હોય.

ઝારખંડમાં મોબાઈલની બેટરી ફાટતા પાંચ વર્ષના બાળકનું મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના ત્યારે બને છે જ્યારે બાળક મોબાઈલ બેટરીથી રમી રહ્યો હતો અને બેટરી માં બ્લાસ્ટ થયો હતો.

બેટરી બ્લાસ્ટ થતાં જ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને આ મૃતક બાળકનું નામ સોનુ મંડારી હતું.

મળતી માહિતી પ્રમાણે બાળકના પિતાએ મોબાઈલમાંથી બેટરી કાઢિને માસ્ટર ચાર્જમાં ચાર્જ કરવા માટે મૂકી હતી અને ત્યાર બાદ બાળકના પિતા બહાર જતા રહ્યા હતા.

બાળકના પિતા બહાર ગયા પછી સોનુએ ચાર્જરમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બેટરીમાં વિસ્ફોટ થયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. તે બાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો અને સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

એસપીએ જણાવ્યું કે તેમને મોબાઈલ બેટરી બ્લાસ્ટના કારણે પાંચ વર્ષના બાળકના મોતની માહિતી મળી છે. આ ઉપરાંત પીડિતના માતા-પિતા પાસે પોલીસ વધુ માહિતી મેળવી રહ્યા છે.

મિત્રો બેટરી ફાટવાની ઘટના ઘણી બધી બની રહી છે. વાત કરીએ ગયા વર્ષની તો ગયા વર્ષે માર્ચ મહિનામાં બેટરી બાટવાથી 12 વર્ષના એક છોકરાનો પણ મોત થયું હતું અને એક રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બની હતી.

આ ઘટનામાં બાળક ચાર્જરથી ચાર્જ કર્યા બાદ બેટરી પાવર ચેક કરી રહ્યો હતો ત્યારે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો.

આ બેટરી બાળકના મોઢા પાસે ફૂટી ગઈ હતી ત્યાર બાદ તેને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.