31 માર્ચ પહેલાં કરી લો આ મહત્વના પાંચ કામ નહીં તો થઈ શકે છે મોટું નુકસાન!!

મિત્રો આપણે જાણીએ છીએ કે નાણાકીય વર્ષ થોડા દિવસમાં પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા તમારે આ મહત્વના પાંચ કામ અવશ્ય પૂરા કરી લેવા જોઈએ નહીંતર પછી તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

આગામી 31 માર્ચ 2022 સુધીમાં આવકવેરાને લગતા તમામ કામ પૂરા કરી લેવાના છે.

જો તમે હજુ સુધીમાં વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સ રિટર્ન (આઇટીઆર) નથી કર્યું તો જલદીથી 31 માર્ચ સુધીમાં કરી લો.

આ તારીખ સુધી સુધારેલ આઇટીઆર ફાઇલ કરી શકાય છે. કોઈ સુધારો કરવાનો હોય તો 31 માર્ચ પહેલાં કરી લેજો આ પછી તમારે ભારે દંડ ભરવો પડશે.

નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરામાં છૂટ મેળવવા માટે 31 માર્ચ સુધીમાં ટેકસ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો જેમાં તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો.

આ યોજનામાં પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તમે એલ.આઇ.સી. ના હપ્તા ભરીને પણ ટેક્સ બચાવી શકો છો. આ લાભ લેવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે.

આવકવેરા અધિનિયમ 208 મુજબ હેઠળ 10,000 રૂપિયાથી વધુની કર જવાબદારી ધરાવતા કરદાતાઓ ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવી શકે છે જેમાં તમે છેલ્લો હપ્તો 15 માર્ચ સુધી જમા કરાવી શકો છો.

જો તમે હજુ સુધીમાં તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિન્ક નથી કર્યું તો લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે.

તો જલદીથી તેને લીંક કરો, જો લિંક કરવામાં નહીં આવે તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તમે કોઈપણ નાણાકીય વ્યવહાર કરી શકશો નહીં. આ ઉપરાંત આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં.

પાનકાર્ડ ડિએક્ટિવેટ થઇ જાય પછી જો તમે તેનો ઉપયોગ કરશો તો ભારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત દંડની અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

જો તમારું બેંકમાં ખાતું છે અને હજુ સુધીમાં તમે બેંક ખાતાનું KYC  નથી કર્યું તો 31 માર્ચ 2022 પહેલા અવશ્ય કરી લેજો.

તમારું કેવાયસી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેજો નહીંતર નાણાકીય વ્યવહારો બંધ થઈ જશે અને તમે ઇન્કમટેક્સ રિફંડ લઈ શકશો નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.