1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે આ પાંચ નવા નિયમો, આજે જ જાણો

મિત્રો આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલા ઘણા બધા નિયમો એક ઓક્ટોબરથી બદલી રહ્યા છે જેમાં પેન્શનથી લઈને રોકાણ સુધીના નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે.

તો ચાલો જાણીએ એક પછી એક નવા નિયમો :

  1. પેન્શનના નિયમોમાં ફેરફાર

1 ઓક્ટોબર 2021 થી પેન્શનના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે જે લોકો પેન્શન મેળવે છે તે લોકોને આ નિયમો અનુસરવા ખૂબ જરૂરી છે.

દેશની તમામ હેડ પોસ્ટ ઓફિસ ના જીવન પ્રમાણ સેન્ટર એટલે કે જેપીસીમાં ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ જમા કરાવી શકાશે.

જે પેન્શન ધારકની ઉંમર 80 વર્ષ અથવા તેનાથી વધુ છે તેઓ 1 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે અને જેમની ઉંમર 80 વર્ષથી ઓછી છે તે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાઈફ સર્ટીફીકેટ જમા કરાવી શકશે.

  1. ઓટો ડેબિટ ની સર્વિસ બદલાશે

મિત્રો 1 ઓક્ટોબરથી તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી થનારા ઓટો પેમેન્ટ માટેનો નવો નિયમ લાગુ થઈ રહ્યો છે. આ નિયમ મુજબ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા મોબાઈલ વોલેટથી  થનારા અમુક ઓટો ડેબિટ ત્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ગ્રાહક પોતાની મંજૂરી નહીં આપે.

બેંકમાં કોઈપણ ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ કરવા હોય તો ગ્રાહકોને 24 કલાક પહેલા નોટિફિકેશન મોકલવી જરૂરી છે.

કસ્ટમરના ખાતામાંથી પૈસા ત્યારે જ ડેબીટ થશે જ્યારે તે કન્ફર્મ કરશે. આ નોટિફિકેશન ગ્રાહકોને એસએમએસ દ્વારા અથવા ઈ-મેલ દ્વારા મળશે.

  1. ચેકબુકના નિયમોમાં ફેરફાર

મિત્રો 1 ઓક્ટોબરથી 3 બેન્કની ચેક-બુક, MICR ઇનવેલીડ થઈ જશે. આ બેંકો છે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેન્ક.

આ બધી એવી બેંકો છે જેને હમણાં જ અન્ય બેન્કોમાં મર્જ કરવામાં આવી છે જેથી બેંકોના વિલય બાદ ખાતાધારકોના એકાઉન્ટ નંબર, IFSC, MICR વગેરે 1 ઓક્ટોબર 2021 બદલી જશે.

1 ઓક્ટોબર 2021 થી બેન્કિંગ સિસ્ટમ જુના ચેકને રીજેક્ટ કરી દેશે અને ચેક બુક અમાન્ય થઈ જશે.

  1. રોકાણ સંબંધિત નિયમોમાં ફેરફાર

માર્કેટ રેગ્યુલેટર સેબી હવે મ્યુચલ ફંડ રોકાણકારોના હિતમાં એક નવો નિયમ લઈને આવી રહ્યું છે.

આ નિયમ અનુસાર અસેટ અન્ડર મેનેજમેન્ટ એટલે કે મ્યુચલફંડ હાઉસમાં કામ કરનારા તમામ જુનિયર કર્મચારીઓ પર લાગુ થશે.

આ નિયમ અનુસાર જુનિયર કર્મચારીઓને 1લી ઓક્ટોબરથી પોતાની ગ્રોસ સેલેરી 10% તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે, આ રોકાણમાં લોક-ઇન પિરિયડ પણ હશે.

  1. ખાનગી દારૂની દુકાન બંધ થશે

1 ઓક્ટોબરથી દિલ્હીમાં પ્રાઇવેટ દારૂની દુકાનો બંધ થઈ જશે. 16 નવેમ્બર સુધી ફક્ત સરકારી દુકાનોમાં દારૂનું વેચાણ થશે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે નવી આબકારી નીતિ અંતર્ગત રાજધાનીને 32 ઝોનમાં વહેંચીને લાયસન્સની પ્રક્રિયા કરવામાં આવશે. 17 નવેમ્બરથી નવી નીતિ અંતર્ગત દુકાનો ખોલવામાં આવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.