1 મે 2022 થી બદલાઈ જશે આ પાંચ નિયમો અને ફેરફાર : તમારા ખિસ્સા ઉપર શું થશે અસર જાણો

મિત્રો 1 મે 2022 થી સામાન્ય માણસના જીવન સાથે સંકળાયેલા ઘણા બધા નિયમોમાં ફેરફાર થવાના છે અને નવા નિયમો પણ આવવાના છે જેની સીધી જ અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર થઈ શકે છે.

આજે આપણે જાણીશું એવા પાંચ નવા નિયમો અને ફેરફારો વિશે જે પહેલી તારીખથી બદલાઈ જવાના છે.

1. આઇપીઓમાં રોકાણ :

જો તમે રિટેલ રોકાણકારો છો અને કંપનીના આઇપીઓમાં તમે રોકાણ કરો છો અને આ રોકાણ તમે યુપીઆઈ દ્વારા કરો છો તો નવા નિયમ અનુસાર હવે તમે પાંચ લાખ રૂપિયા સુધીની બીડ સબમીટ કરી શકો છો.

પહેલા આ મર્યાદા બે લાખ રૂપિયા સુધીની હતી પરંતુ હવે એક મે પછી આ મર્યાદા વધારવામાં આવી છે જે આવતા તમામ આઇપીઓ માટે માન્ય રહેશે.

2. પોસ્ટ ઓફિસ ખાતાધારક :

જો તમારું એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે તો હવે તમે google pay દ્વારા ઝડપી ચુકવણી કરી શકશો જેનો સૌથી વધુ ફાયદો પેન્શનરો અને મનરેગા કામદારોને થશે.

ટપાલ વિભાગ દ્વારા બીજી મેથી દેશભરના તમામ ગ્રાહકો માટે આ સેવા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે.

બીજી મેથી પોસ્ટ ઓફિસ ખાતાધારકોને ઈ બેન્કિંગની સુવિધા મળવાનું પણ શરૂ થઈ જશે.

3. પીએમ કિસાન યોજનાનો હપ્તો :

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગયા વર્ષે 15મી મેના રોજ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.

પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો ત્રણ મેના રોજ રિલીઝ થઈ શકે છે કારણ કે અક્ષય તૃતીયા ત્રણ મેના રોજ છે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી મોદી આ દિવસે જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી શકે છે.

4. કોલ રેકોર્ડિંગ બંધ :

1 મેથી google કંપની નવી પોલિસી લાવી રહી છે જેમાં google play store કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે.

એન્ડ્રોઇડ યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને google દ્વારા આ પ્રકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મે મહિનાથી કોલ રેકોર્ડિંગ ફંક્શન બંધ કરવામાં આવી રહ્યું છે.

5. ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર :

આપણે જાણીએ છીએ કે સરકારી તેલ કંપનીઓને દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના દરમાં ફેરફાર કરે છે.

1 મેના રોજ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ જાહેર કરવામાં આવશે.

ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે જેથી હવે પહેલી તારીખે જાણવા મળશે કે સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કે ઘટાડો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.