માર્ચ 2022 થી લાગુ પડી રહ્યા છે આ 5 ફેરફાર : જુઓ તમારા ખિસ્સા પર શું અસર થશે?

ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને હવે માર્ચ મહિનામાં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે.

આ મહિનામાં Finance સંબંધિત કેટલીક બાબતોની અંતિમ તારીખ પણ છે જેની તમારે કોઈપણ હાલતે પતાવટ કરવી જરૂરી છે નહિતર દંડ પણ ભરવો પડી શકે છે.

1. Amul નું દૂધ મોંઘુ થયું:

મિત્રો 1 માર્ચથી અમુલ દૂધ મોંઘુ થયું છે જેમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો થયો છે.

હવે ગ્રાહકોએ અમૂલ ગોલ્ડના અડધા લીટર માટે 30 રૂપિયા, amul તાજા માટે 24 રૂપિયા, અમુલ શક્તિ માટે 27 રૂપિયા ચૂકવવા પડશે.

આ ઉપરાંત અમૂલે જણાવ્યું હતું કે પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો માત્ર 4 ટકા છે જે સરેરાશ ખાદ્ય મોંઘવારી કરતાં ઘણો ઓછો છે.

2. IPPB એકાઉન્ટ બંધ કરવા ઉપર લાગશે ચાર્જ:

જો તમારું ખાતું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં છે તો હવે તમારે ખાતુ બંધ કરવા પર 150 રૂપિયા વતા જીએસટી ચૂકવવો પડશે. આ નવો નિયમ 5-3-2022 થી લાગુ થશે.

આ ચાર્જ ત્યારે જ વસૂલ કરવામાં આવશે જ્યારે કેવાયસી અપડેટ ન કરવાને કારણે એક વર્ષ પછી તમારું ડિજિટલ બચત ખાતું બંધ થયું હશે.

Ippbએ જણાવ્યું છે કે આ ચાર્જથી બચવા માટે અને સીમલેસ બેન્કિંગ સુવિધા નો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ ખોલ્યા ના એક વર્ષની અંદર ડિજિટલ બચત ખાતાને નિયમિત બચત ખાતામાં upgrade કરો.

3. એલપીજી ગેસ સિલેન્ડર થયો મોંઘો:

મિત્રો આપણે જાણીએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવ નક્કી કરવામાં આવે છે.

આ ઉપરાંત કંપનીને જરૂર પડે તો મહિનાના મધ્યમાં પણ ભાવમાં વધારો ઘટાડો કરી શકે છે.

તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.

દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત માં 105 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે.

4. પાનકાર્ડ આધારકાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ:

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે અને હવે સરકારે પાન-આધાર લિન્ક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરી છે.

જો આ તારીખ સુધીમાં પાન અને આધાર લીંક નહીં થાય તો રૂપિયા 10,000 સુધીનો દંડ આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ વસૂલવામાં આવી શકે છે.

5. બેંકમાં કેવાયસી અપડેટ કરવું ફરજિયાત:

આરબીઆઈ દ્વારા ડિસેમ્બર મહિનામાં કેવાયસી અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી જે 31 માર્ચ 2022 સુધી કરી છે.

નિષ્ણાંતોના મતે જે બેંકો ઓછા જોખમના ખાતા ધરાવે છે તેમને દસ વર્ષમાં એકવાર કેવાયસી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે જ્યારે ઉચ્ચ જોખમ ધરાવતા ખાતાધારકોને દર બે વર્ષે કેવાયસી કરવાનું કહેવામાં આવ્યું છે.

કેવાયસી માત્ર બેન્કિંગમાં જ નહીં પરંતુ પૈસાની લેવડદેવડ અને આવશ્યક સેવાઓથી સંબંધિત તમામ પ્રકારની સેવાઓમાં પણ જરૂરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.