1 જૂન 2022 થી બદલાઈ જશે આ પાંચ મોટા નિયમો, જાણો શું થશે તમારા ખિસ્સા પર અસર!!

મિત્રો આપણે જાણીએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા નિયમોની અંદર ફેરફાર આવતા હોય છે.

1 જૂન 2022થી પર્સનલ ફાઇનાન્સ સંબંધિત પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડવાની છે.

1. SBI વ્યાજમાં વધારો :

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોન માટે એક્ષનલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ 40 બેસીસ પોઈન્ટ વધારે 7.05 ટકા કર્યો છે. આ નિયમ પ્રમાણે 1 જૂન 2022 થી સ્ટેટ બેંક પોતાના ગ્રાહકો પાસેથી હોમલોન પર આ દર અનુસાર વ્યાજ વસૂલશે.

2. થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ :

Third party insurance પહેલા કરતાં હવે મોંઘો થશે. 1000cc થી ઓછી કાર માટે વીમાની રકમ 2072 થી વધારીને 2094 કરવામાં આવી છે.

1000થી 1500cc કાર માટે થર્ડ પાર્ટી વીમો 3221 રૂપિયાથી વધારીને 3416 રૂપિયા કરવામાં આવ્યો છે. 1500cc થી વધુની ક્ષમતા ધરાવતા વાહનો માટે થર્ડ પાર્ટી વીમો 7890 રૂપિયાથી વધારીને 7897 રૂપિયા કરવામાં આવ્યો છે.

150 થી 350cc ના ટુ વ્હીલરનું વીમા પ્રીમિયમ રૂપિયા 1366 અને 350cc થી વધુની ક્ષમતાવાળા ટુ વ્હીલર નું પ્રિમીયમ રૂપિયા 2804 હશે.

3. ગોલ્ડ હોલમાર્કિંગ :

દેશના 256 જિલ્લાઓ અને તેની સાથે સંકળાયેલા નવા 32 જિલ્લાઓમાં 1 જૂન 2022 થી સોનાના આભૂષણો અને કલાકૃતિઓનો હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ 288 જિલ્લાઓમાં માત્ર 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના સોનાના દાગીના જ વેચાશે અને આ તમામ જ્વેલરી હોલમાર્કવાળી હોવી જોઈએ.

4. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ચાર્જિસ :

આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ જેમકે POS મશીનો અને માઇક્રો એટીએમ દ્વારા મફત મર્યાદાથી વધુ પોસ્ટ ઓફિસ વ્યવહારો પર સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવશે.

સર્વિસ ચાર્જ વસૂલ કરવાનો નિયમ 15 જૂનથી લાગૂ થશે. આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમથી એક મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન મફત થશે પરંતુ તે પછી ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ લાગશે.

રોકડ ઉપાડ અથવા મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવવા પર 20 રૂપિયા વત્તા જીએસટી અને મિની સ્ટેટમેન્ટ માટે રૂપિયા 5 વત્તા જીએસટી લાગશે.

5. એક્સિસ બેન્ક સેવિંગ એકાઉન્ટ ચાર્જીસ :

અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સરળ બચત અને પગાર કાર્યક્રમ માટે સરેરાશ માસિક બેલેન્સ રૂપિયા 15 હજારથી વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે અથવા એક લાખ રૂપિયાની ટર્મ ડિપોઝિટ કરવામાં આવી છે.

લિબર્ટી સેવિંગ એકાઉન્ટ માટે જમા રકમ 15000 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવી છે અને આ ટેરિફમાં 1જૂન 2022 થી લાગુ થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.