પાંચ મોટા ફેરફાર / 1-1-2022 થી બદલાઈ જશે આ પાંચ નિયમો

નવું વર્ષ એટલે કે વર્ષ 2022 થી ઘણા ફેરફારો થવાના છે જેની અસર આપણા જીવન ઉપર પડવાની છે.

1 જાન્યુઆરીથી થનારા ફેરફારો વિશે આપણે જાણીએ.

1. એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા:

આરબીઆઈ દ્વારા ગ્રાહકો પાસેથી હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા ઉપર વધારાનો ચાર્જ લગાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

દર મહિને નક્કી કરેલા ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચુકવવાનો રહેશે.

બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન ચાર્જ વસૂલ કરે છે જે હવે 1 જાન્યુઆરીથી 21 રૂપિયા ચાર્જ થઇ શકે છે.

2. IPPB એ વધાર્યો ચાર્જ:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતા ધારકો ઍ હવે એક જાન્યુઆરીથી ચોક્કસ મર્યાદા કરતાં વધુ ઉપાડ અને જમા કરવા બદલ ચાર્જ ચૂકવવો પડશે.

સેવીંગ એકાઉન્ટમાંથી દર મહિને ચાર વખત મફત રોકડ ઉપાડવામાં આવે છે ત્યારબાદ દરેક ઉપાડ ઉપર 0.50 ટકા ચાર્જ લેવામાં આવશે.

3. આ વસ્તુઓ થશે મોંઘી:

1 જાન્યુઆરીથી ભારત સરકાર કપડા, ફુટવેર, રેડીમેડ ગારમેન્ટ વગેરે ઉપર જીએસટી 5% બદલે હવે 12% જી.એસ.ટી લાગુ કરશે એટલે કે 7 ટકાનો વધારો ઝીંકાયો છે.

આ ઉપરાંત online auto rickshaw બુકિંગ કરવા ઉપર પણ પાંચ ટકા જીએસટી લાગશે એટલે કે ઓલા, ઉબેર જેવી એપ્લિકેશન દ્વારા કેબ સર્વિસ પ્રોવાઇડર પ્લેટફોર્મ પરથી ઓટોરિક્ષા બુક કરવામાં આવશે તો હવે પાંચ ટકા મોંઘી થશે.

4. બાળકો માટે રસીકરણ શરૂ:

15 થી 18 વર્ષના બાળકો માટે એક જાન્યુઆરીથી કોરોના સામે રક્ષણ આપવા માટેની રસી આપવામાં આવશે.

1 જાન્યુઆરીથી કોવીન એપ્લિકેશન પર તેની નોંધણી કરાવી શકાશે.

નોંધણી કરવા માટે ધોરણ 10નુ આઇડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે માન્ય ગણાશે.

5. કાર ખરીદવી થશે મોંઘી:

જો તમે નવા વર્ષમાં કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો હવે ખરીદી કરવી મોંઘી થશે.

Maruti, suzuki, toyota, honda, સ્કોડા લગભગ તમામ કાર કંપની કાર નવા વર્ષથી મોંઘી થશે.

ટાટા મોટર્સ 1-1-2022 થી કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5 ટકાનો વધારો કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.