1 જાન્યુઆરી 2022 થી આ પાંચ નિયમોમાં થશે મોટા ફેરફાર, જાણો શું થશે ખિસ્સા પર અસર

મિત્રો 1 જાન્યુઆરી 2022 એટલે કે નવા વર્ષથી પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવાના છે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધી અસર આપણા ખિસ્સા પર થવાની છે.

1. HDFC બેંકના નિયમોમાં ફેરફાર:

HDFC બેન્ક પહેલી જાન્યુઆરી 2022 થી ઘણા બધા જરૂરી ફેરફારો કરી રહી છે જેમાં મુખ્યત્વે કાર્ડ સેવ કરવાની સિસ્ટમ ખતમ થઇ જશે.

કાર્ડ સેવ કરવાની સિસ્ટમ એટલે કે તમારા કાર્ડનો ડેટા બેંક વાળા હવે નહી સાચવે. આ ઉપરાંત વેપારીની વેબસાઈટ અથવા એપ્લિકેશન પર સાચવવામાં આવેલી કાર્ડની વિગતો બેંક દ્વારા હટાવી દેવામાં આવશે.

આરબીઆઇના નિર્ણયથી એચડીએફસી બેન્ક આ પ્રકારના ફેરફારો કરવા જઈ રહી છે.

2. IPPB નો નવો નિયમ:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB માં હવે રૂપિયા જમા કરવા પર અને ઉપાડવા ઉપર 1-1-2022 થી વધુ ચાર્જ ચૂકવવો પડશે.

સેવિંગ એકાઉન્ટ હોય કે કરંટ એકાઉન્ટ હોય બંનેમાં એક મહિનામાં ચાર વખત પૈસા ઉપાડવાનું મફત છે અને તે પછી જો રૂપિયા ઉપાડવામાં આવે તો 25 રૂપિયા ચૂકવવાના રહેશે.

આ નિયમ 1 જાન્યુઆરી 2022 થી અમલમા આવશે.

3. ઓનલાઈન ફૂડ થશે મોંઘું:

હાલમાં મોટાભાગના લોકો Online ખાવાનું મંગાવવાનું પસંદ કરે છે જેમાં હાલમાં મુખ્યત્વે Swiggy અને જોમેટો આ બે સર્વિસ ખૂબ જ પ્રખ્યાત છે.

ફૂડ ડીલીવરી એપની સેવાઓને જીએસટીના દાયરામાં લાવવા માટે 17 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં Food ડીલેવરી એપ સેવાઓને જીએસટીમાં લાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

1 જાન્યુઆરી 2022 થી કેન્દ્ર સરકાર દ્વારા ZOMETO અને Swiggy જેવી food delivery એપ્લિકેશન પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવશે એટલે કે હવે Online Food Order કરવું મોંઘુ થશે.

4. જુના વાહનો થશે રદ:

દિલ્હી સરકાર દ્વારા 1-1-2022 થી દસ વર્ષથી વધુ સમય પૂર્ણ કરનારા તમામ ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે.

આ ઉપરાંત જે ડીઝલ વાહનો 15 વર્ષ કે તેથી વધુ જૂના છે તેમને કોઈપણ સંજોગોમાં NOC આપવામાં નહીં આવે.

વાહન માલિકો તેમના 10 વર્ષથી વધારે જૂનાં ડીઝલ વાહનો અને 15 વર્ષથી જુના પેટ્રોલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલી શકશે તેવી સુવિધા આપવામાં આવી છે.

5. પીએફ ખાતાધારકો માટેની અપડેટ:

પીએફ ખાતાધારકો માટે તેના ખાતામાં નોમિનીનું નામ ઉમેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેના માટેની સમય મર્યાદા 31 ડીસેમ્બર ના રોજ સમાપ્ત થઈ રહી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO દ્વારા તમામ પીએફ ખાતાધારકો માટે નોમિની ઉમેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

જો PF ખાતાધારકો 31 ડીસેમ્બર પહેલા આ કામ નહીં કરે તો તેને આગળ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તો મિત્રો આ હતા એવા પાંચ નિયમો કે જે 1 જાન્યુઆરી 2022 થી બદલાઈ જવાના છે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર આપણા ખિસ્સા પર થવાની છે.