1 ફેબ્રુઆરી 2022 થી બદલાઈ જશે આ પાંચ નિયમ, જો તમારા ખિસ્સા પર કેવી થશે અસર

દર મહિનાની જેમ ફેબ્રુઆરી મહિનામાં પણ ઘણા બધા એવા નિયમો છે જે બદલાય જવાના છે જેની સીધી અસર આપણા ખિસ્સા પર થવાની છે

1. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા:

જો તમારૂ ખાતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે તો હવે રૂપિયા ટ્રાન્સફર કરવા થઈ જશે મોંઘા.

SBI દ્વારા પોતાની વેબસાઇટ પર સત્તાવાર જાણકારી આપવામાં આવી છે કે 1 ફેબ્રુઆરીથી હવે IMPS માટે નવો ટેક્સ સ્લેબ ઉમેરવામાં આવશે જે 2 થી 5 લાખ રૂપિયા સુધીનો રહેશે.

એટલે હવે બે લાખથી પાંચ લાખ રૂપિયા જો તમે કોઈને મોકલશો તો તેના પર 20 રૂપિયા ચાર્જની સાથે જીએસટી અલગથી આપવો પડશે.

2. બેંક ઓફ બરોડા:

1 ફેબ્રુઆરીથી બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ચેક ક્લિયરન્સ સાથેના નિયમો બદલાઈ જવાના છે.

1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે કન્ફર્મેશન ફરજિયાત થઈ જશે. જો કન્ફર્મેશન નહીં હોય તો ચેક રિટર્ન થઈ શકે છે.

આ ઉપરાંત બેંક દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સીટીએસ ક્લિયરિંગ માટે પોઝિટિવ પે સિસ્ટમનો લાભ ઉઠાવે.

3. પંજાબ નેશનલ બેંક:

જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો એક ફેબ્રુઆરી 2022 થી તેના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

1 ફેબ્રુઆરીથી તમારા ડેબિટ એકાઉન્ટમાં જો રૂપિયા નહીં હોય અને તેને કારણે તમારો ઇએમઆઇ કેન્સલ થશે તો તેના માટે તમારે 250 રૂપિયાનો ચાર્જ ભરવો પડશે, પહેલા આ ચાર્જ 100 રૂપિયા વસુલવામાં આવતો હતો.

આ ઉપરાંત જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કેન્સલ કરાવશો તો હવે તમારે 150 રૂપિયા ચાર્જ આપવો પડશે જે પહેલા 100 રૂપિયા હતો.

4. ગેસ સિલિન્ડરની કિંમત બદલાશે:

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ દ્વારા રસોઈ ગેસની કિંમતમાં ફેરફાર કરે છે તો હવે પહેલી ફેબ્રુઆરીથી જોવાનું રહ્યું કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારો થાય છે કે ઘટાડો?

5. બજેટ રજૂ થશે:

1 ફેબ્રુઆરી 2022 થી નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજુ કરવાના છે આ વખતે બધા સેક્ટરના લોકો આ બજેટને લઈને ખૂબ જ આશા રાખી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે જે આર્થિક ઝટકો લાગ્યો છે તેને જોતા આ વખતનું બજેટ ઘણું જ મહત્વપૂર્ણ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.