1 નવેમ્બરથી બદલાઈ જશે આ પાંચ બાબતો, તાત્કાલિક મેળવી લો જાણકારી, નહિતર મુશ્કેલી વધશે

1 નવેમ્બર 2021 થી દેશભરમાં ઘણા બધા ફેરફારો થવાના છે જેની સીધી અસર આપણા જીવન અનેક ખિસ્સા ઉપર પડી શકે છે.

આજે આપણે જાણીશું આ 5 બાબતો વિશે જે જાણવી ખૂબ જરૂરી છે.

1. એલપીજીની કિંમતમાં ફેરફાર::

1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. મળતી માહિતી પ્રમાણે એલપીજીના ભાવમાં વધારો થઇ શકે છે. છેલ્લા ઘણા મહિનાથી ભાવમાં સતત વધારો થતો આવ્યો છે.

2. બેંકના નિયમોમાં ફેરફાર::

હવેથી બેંકમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા ઉપર ચાર્જ આપવો પડશે. 1 નવેમ્બરથી ગ્રાહકોએ લોન ખાતા માટે ૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

ખાતા ધારકો ત્રણ વખત સુધી પૈસા મફત જમા કરાવી શકશે પરંતુ જ્યારે ગ્રાહક ચોથી વખત નાણાં જમા કરાવે છે તો તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે.

આ તરફ જન ધન ખાતાધારકો માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહિ આવે માત્ર ઉપાડવા ઉપર 100 રૂપિયા ચાર્જ લાગશે.

3. ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાશે::

1 નવેમ્બરથી ભારતીય રેલવે દ્વારા નવું ટ્રેનનું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવશે.

13000 મુસાફર ટ્રેનના સમય અને 7000 માલગાડીના સમયમાં ફેરફાર થશે અને દેશમાં દોડતી 30 જેટલી રાજધાનીના સમયમાં પણ એક નવેમ્બરથી ફેરફાર થશે.

4. ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ઓટીપી ફરજિયાત::

1 નવેમ્બરથી એલપીજી સિલેન્ડરની ડિલીવરી પ્રક્રિયા બદલી જશે. હવે જ્યારે ગેસ સિલિન્ડર બુક કરવામાં આવશે ત્યારે તમારા મોબાઇલ ઉપર એક OTP મોકલવામાં આવશે જ્યારે ડીલીવરી બોય તમારા ઘરે સિલિન્ડર દેવા આવશે ત્યારે તમારે આ ઓટીપી આપવાનો રહેશે. આ ઓટીપી સિસ્ટમ સાથે મેચ થશે એટલે તમને સિલિન્ડર મળી જશે.

5. આ ફોનમાં Whatsapp થશે બંધ::

1 નવેમ્બરથી Whatsapp કેટલાક સ્માર્ટફોન, iPhone વગેરેમાં કામ કરવાનું બંધ કરી દેશે.

ફેસબુકે જાહેરાત કરી છે કે Android 4.0.3. આઇસક્રીમ સેન્ડવિચ, ios 9 અને kaios 2.5.0. વર્ઝનને સપોર્ટ નહીં કરે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.