48 આગાહીકારોનો વરતારો : 12 થી 14 આની વરસાદ, જાણો આગામી દિવસોમાં કયા વિસ્તારમાં વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં આવતીકાલથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને તારીખ સાત, આઠ, નવ દરમિયાન વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.

પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં બે દિવસમાં વાતાવરણમાં પલટો જોવા મળશે જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મિત્રો વરસાદની આગાહી પ્રમાણે એકાદ-બે દિવસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને આવતીકાલથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

આ વર્ષે 12 થી 14 આની જેટલો વરસાદ થાય તેવી આગાહીકારો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ગુજરાતના જુદા જુદા અધિકારીઓને બોલાવીને વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે.

તમામ આગાહીકારોની આગાહી પ્રમાણે અને પોતાના અનુભવ પ્રમાણે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે? આગાહીકારો પશુ-પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનનો વરતારો, આકાશમાં નક્ષત્રમાં થતા ફેરફાર, ફળ ફૂલ અને ઝાડ પરથી વરસાદની આગાહી કરતા હોય છે.

આ વર્ષે 12 થી 14 આની એટલે કે મધ્યમ ચોમાસુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

મિત્રો તારીખ 8 જૂને વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 9 અને 10 ના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરત, અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 48 જેટલા આગાહીકારોએ આગાહી વ્યક્ત કરે છે અને પોતાની આગાહી કૃષિ યુનિવર્સિટીને મોકલી આપી છે.

આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર મહિનામાં વિદાય લે તેવી પણ આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે.

વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા બારાની વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે તેવી પણ દરેક આગાહીકારોએ આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.