31 ડીસેમ્બર પહેલા કરી નાખો આ કામ નહિતર નવા વર્ષે પડશે મુશ્કેલીઓ!

મિત્રો વર્ષ 2021 પૂર્ણ થવાના આરે છે અને વર્ષ 2022 શુભઆરંભ થવાનો છે ત્યારે ઘણા બધા એવા કામો છે જે તમારે 31 ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરવાના રહેશે નહિતર પછી નવા વર્ષે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે.

1. આઇટીઆર રિટર્ન:

સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદા 31 ડીસેમ્બર 2021 સુધી વધારી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા નવા ઇન્કમટેક્સ પોર્ટલ પર આવી રહેલી પરેશાનીને કારણે આ તારીખ લંબાવી હતી.

કરદાતાઓએ 31 ડિસેમ્બર સુધીમાં પોતાનું આઈટીઆર રિટર્ન ફાઇલ કરી લેવું પડશે નહિતર તેઓએ પછી દંડ ભરવો પડશે.

2. લાઈફ સર્ટીફીકેટ:

જે લોકો પેન્શન મેળવી રહ્યા છે તેઓએ 31 ડિસેમ્બર સુધીમાં પોતાનું લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવાનું રહેશે.

જો પેન્શન ધારકોને 31 ડીસેમ્બર પહેલા પોતાનું લાઈફ સર્ટીફીકેટ જમા નહીં કરાવે તો તેમને પેન્શન મળવાનું બંધ થઈ જશે.

દર વર્ષે એકવાર પેન્શનધારકોએ પોતાના જીવતા હોવાનું પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટીફીકેટ 30 નવેમ્બર પહેલા જમા કરાવવાનું હોય છે પરંતુ આ વખતે આ તારીખ લંબાવામાં આવી હતી.

લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવાનું મુખ્ય કારણ એ છે કે કંપની વાળાને ખબર પડે કે તમે જીવતા છો.

3. આધાર-UAN લિંક:

EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સભ્યોએ UAN નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રહેશે.

લીંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે.  EPFO રોકાણકારોએ આધાર લિંક કરવું ખૂબ જરૂરી છે.

જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મુશ્કેલીઓ પડી શકે છે અને પીએફ ખાતું બંધ પણ થઈ શકે છે.

4. ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટ કેવાયસી:

સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ ડિમેટ અને ટ્રેડિંગ ખાતાની કેવાયસી કરવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી 31 ડીસેમ્બર 2021 કરી હતી.

આ KYC માં તમારે તમારું નામ, સરનામું, પાનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, આવક, ઉંમર, ઇ-મેલ આઇડી વગેરે જેવી માહિતી અપડેટ કરવાની હોય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.