ખેડૂતો માટે 4 મોટી જરૂરી માહિતી, બધા લોકો ખાસ જોઈ લો | Khedut Samachar | Gujarati News

2000 નો 10 મો હપ્તો:

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 15 ડીસેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં 10 મો હપ્તો જમા થવાનો હતો પરંતુ 15 તારીખે આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો નથી.

ગયા વર્ષે ખેડૂતોના ખાતામાં 25 ડિસેમ્બરે પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયો હતો એટલે આ વર્ષે પણ એવું લાગી રહ્યું છે કે 10 મો હપ્તો ખેડૂતોના ખાતામાં 25 ડિસેમ્બરે જમા થશે.

કૃષિ સિંચાઈ યોજના:

ખેડૂત લોકોને બારેમાસ સિંચાઇ માટેનું પાણી મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ યોજનાને એક વર્ષ 2025 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદી સરકારના આ નિર્ણયથી અંદાજે 22 લાખ ખેડૂતોને ફાયદો થશે.

ખેડૂતોને મળશે 4000 રૂપિયા:

પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને નવમો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોના ખાતામાં બંને હપ્તા એકસાથે એટલે કે નવમો અને દસમો હપ્તો એક સાથે મળશે.

આવા ખેડૂતોના ખાતામાં કુલ 4000 રૂપિયા જમા થશે.

ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવા માટેની સંપૂર્ણ તૈયારી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

કૃષિ રાહત પેકેજ-2:

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોના ખાતામાં સહાય જમા કરી દીધી હતી પરંતુ ઘણા જિલ્લાઓમાં સહાય ચૂકવવાની બાકી હતી જેને લઇને સરકારે કૃષિ રાહત પેકેજ-2 ની જાહેરાત કરી હતી.

પાક નિષ્ફળ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ચાલશે એટલા માટે જે ખેડૂત મિત્રોએ હજુ સુધીમાં આ ફોર્મ ભર્યું નથી તો ગ્રામ પંચાયત  કે ગ્રામ સેવક પાસે જઈને આ ફોર્મ ભરી શકે છે.

આ ફોર્મ ભરવા માટે 7/12, 8-અ, આધારકાર્ડ અને બેંક પાસબુકની જરૂર પડશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.