ચાર ભારતીયોના અમેરિકામા -35 ડિગ્રી ઠંડીમાં થીજી જતા કરૂણ મોત, તપાસ શરૂ

મિત્રો કેનેડામાં ભારે બરફવર્ષા થઇ રહી છે જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આ દરમિયાન કેનેડા-યુએસ બોર્ડર ઉપર ચાર ભારતીયોના ઠંડીને કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીને કારણે મોત થયા છે જેમાં પતિ પત્ની સાથે એક બાર વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં ખબર પડી છે કે આ મૃતક ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના પટેલ પરિવારના છે.

એવું જાણવા મળ્યું છે કે આ પરિવારને ગેરકાયદેસર અમેરિકા મોકલવામાં આવી રહ્યા હતા જેમાં કલોલના એક એજન્ટ અને તેના પેટા એજન્ટનો રોલ હોવાનું સામે આવ્યું છે.

તેની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે જ્યાંથી એક લેપટોપ કબજે કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વધુ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ કરી રહ્યા છે.

આ પરિવાર કેનેડામાં ઉતર્યા બાદ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા અને તેમની સાથે રહેલા ચાર લોકો અગાઉથી જ તેમના લોકેશન ઉપર પહોંચી ગયા હતા.

આ સ્થળ પરથી એક બેગ મળી હતી જેમાં બાળકોના રમકડાં, બાળકોની દવા, કપડાં વગેરે મળી આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું છે કે આ ત્રણ લોકોના મૃતદેહો મળ્યા તે અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર જ દૂર હતા અને વધુ શોધખોળ બાદ થોડા દૂર વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો.

સ્ટીવ સેન્ડ નામના એક એજન્ટને ઝડપી લેવામાં આવ્યો છે, આ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ભારતીયોને અમેરિકામાં ઘૂસાડતો હતો.

આ ઉપરાંત કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા છે.

અતિશય ઠંડીને કારણે આ ચાર ગુજરાતીઓના કરુણ મોત થયા છે. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.