વર્ષ 2022 માં લાગશે ચાર ગ્રહણ : બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્રગ્રહણ | જાણો ભારતમાં કયા કયા દેખાશે?

વર્ષ 2022 માં કુલ ચાર ગ્રહણ થશે જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.

વર્ષ 2022 નું પહેલું સૂર્યગ્રહણ :

પંચાંગ પ્રમાણે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ના રોજ થશે જે બપોરે 12:15 થી સાંજના 4:07 સુધી રહેશે.

એવું માનવામાં આવે છે કે આ આંશિક ગ્રહણ હશે જે દક્ષિણ-પશ્ચિમ અમેરિકા, એટલાન્ટિક, એન્ટાર્કટિકામાં દેખાશે. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં જેથી તેનું સુતક પણ ભારતમાં લાગશે નહીં.

વર્ષ 2022 નું બીજું સૂર્યગ્રહણ :

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર થશે જે આંશિક ગ્રહણના સ્વરૂપે હશે.

હિન્દુ કેલેન્ડર પ્રમાણે આ ગ્રહણ સાંજે 4:29 શરૂ થશે અને 5:42 પૂર્ણ થશે. આ ગ્રહણ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા અને એટલાન્ટિકામાં દેખાશે. તેની અસર ભારતમાં નહીં થાય તેથી તેનું પણ સૂતક ભારતમાં લાગશે નહીં.

વર્ષ 2022 નું પહેલું ચંદ્રગ્રહણ :

વર્ષ 2022 નું પહેલૂ ચંદ્ર ગ્રહણ 16 મેના રોજ થવાનું છે. આ ગ્રહણ સવારે 7:૦૨ શરૂ થઈને 12:20 સુધી રહેશે.

એવું માનવામાં આવે છે કે આ ચંદ્રગ્રહણ પૂર્ણ ગ્રહણ હશે અને ભારતમાં પણ દેખાશે.

આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, એન્ટાર્ટિકા, હિંદ મહાસાગરમાં પણ જોઇ શકાશે.

આ ગ્રહણના સુતક સમયગાળામાં વિશેષ ધ્યાન રાખવું પડશે. આ ગ્રહણને કારણે સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકો અને વૃદ્ધોએ ખાસ કાળજી રાખવી પડશે.

વર્ષ 2022 નું બીજું ચંદ્રગ્રહણ :

2022 બીજું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે થશે. આ ગ્રહણ પણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે અને આ ગ્રહનો સૂતક કાળ પણ માન્ય ગણાશે.

આ ગ્રહણ ભારત સહિત દક્ષિણ પૂર્વ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે.

ચંદ્રગ્રહણ 1:32 થી શરુ થશે અને સાંજે 7 27 સુધી ચાલશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.