વાહનની ખરીદી ઉપર મળશે 30 હજાર રૂપિયા, ગો- ગ્રીન યોજના લોન્ચ

મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અને બાંધકામ બોર્ડની ગો ગ્રીન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત બેટરી સંચાલિત ટુ વ્હીલરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે.

ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની ખરીદી પર 30 ટકાથી લઈને 50 ટકા સુધી અથવા 30 હજારની મર્યાદામાં સબસીડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓને મળવાપાત્ર રહેશે.

Go Green યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યને પોલ્યુશન ફ્રી બનાવવા અને શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાનો છે.

  • સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહન ની કિંમતના 30 ટકા અથવા 30,000 રૂપિયાની સબસીડી આપવામાં આવશે.
  • બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 50% અથવા 30000 રૂપિયાની મર્યાદામાં સબસીડી આપવામાં આવશે.
  • આ ઉપરાંત વાહના આરટીઓ રજિસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન ટાઇમ સબસીડી આપવામાં આવશે.

આ પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલ એક વખત ચાર્જિંગમાં ઓછામાં ઓછું 50 કિલોમીટર ચાલશે જેમાં લીથીયમ બેટરીવાળા હાઈ સ્પીડ મોડલ જરૂરી છે.

જેના માટે બાંધકામ શ્રમયોગીઓ માટે 300 લાખની અને ઔદ્યોગિક સંગઠિત શ્રમયોગીઓ માટે 500 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે અત્યાધુનિક પોર્ટલ www.gogreenglwb.gujarat.gov.in પર શરૂ કરવામાં આવ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.