30 જૂન પહેલા ફટાફટ કરી લો આ ત્રણ મહત્વના કામ, નહીં તો ખિસ્સું થઇ જશે ખાલી

મિત્રો આપણે જાણીએ છીએ કે જૂન મહિનો ચાલી રહ્યો છે અને હવે માત્ર થોડા દિવસો જ બાકી છે ત્યારે 30 જૂન સુધીમાં તમારે ઘણા જરૂરી કામ પૂરા કરી લેવા જોઈએ.

જો તમે 30 જૂન પહેલા મહત્ત્વના ત્રણ કામ નહીં કરો તો તેની અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળશે.

1. આધારકાર્ડ-પાનકાર્ડ લીંક કરો :

જો મિત્રો તમે હજુ સુધીમાં તમારા આધારકાર્ડ અને પાનકાર્ડને લિન્ક નથી કર્યું તો આ મહિનાની 30 તારીખ પહેલા તમે ફટાફટ લિંક કરી લેજો.

જો તમે 30 જૂન પહેલા તમારા આધારને પાન કાર્ડ સાથે લિન્ક નહીં કરો તો એક જુલાઈથી તમારે 1000 રૂપિયા ફી ભરવી પડશે.

મિત્રો તમે સહેલાઈથી ઇન્કમટેક્સ પોર્ટલ દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરી શકો છો. આ સિવાય આધાર સેવા કેન્દ્ર પર જઈને પણ તમારું આધારકાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે અહીં ક્લિક કરો.

2. ડિમેટ એકાઉન્ટનું KYC :

જો તમારે ડિમેટ એકાઉન્ટ છે તો 30 જૂન સુધીમાં તમારે તેનું KYC કરાવવું પડશે, જો 30 જૂન સુધીમાં તમે ડિમેટ એકાઉન્ટનું KYC નહીં કરો તો તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ થઇ જશે અને ત્યારબાદ એકાઉન્ટ દ્વારા સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરી શકશો નહીં.

જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી શેર ખરીદે છે તો તો પણ શેર એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં થઈ શકે.

સ્ટોક માર્કેટનું કોઈપણ કામ કેવાયસી વિના પૂર્ણ થઈ શકશે નહીં એટલા માટે કેવાયસી કરવું ફરજિયાત છે.

3. રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરો :

જો મિત્રો તમે હજુ સુધીમાં તમારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો ફટાફટ કરી લેજો.

સરકાર દ્વારા મળતું રાશન જો તમે મેળવી રહ્યા છો અને સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છો તો તમારે આ કામ ફરજિયાત કરવું પડશે.

સરકારની “વન નેશન વન રેશનકાર્ડ” યોજના અંતર્ગત તમારે તમારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત થઇ ચૂક્યું છે.

તમારા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે અહીં ક્લિક કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.