હવામાન વિભાગની સૌથી મોટી આગાહી : ભાદરવો આ વિસ્તારોના ભુકા કાઢી નાખશે

મિત્રો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અને જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

મિત્રો ગુજરાત ઉપર કુલ ત્રણ સિસ્ટમની અસર થવાની છે જે ગુજરાતને ધમરોળવા માટે કાફી છે.

વાત કરીએ પહેલી સિસ્ટમની : ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાન પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જે આગામી 12 કલાક દરમ્યાન નબળી પડીને સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ જશે પછી આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આવશે જેથી ગુજરાતની બોર્ડર નજીકના વિસ્તારમાં ધીમે ધીમે ભારે વરસાદ પડશે.

હવે વાત કરીએ બીજી સિસ્ટમની: એક નાની લો પ્રેશર સિસ્ટમ અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની બંગાળની ખાડી અને તેમની આજુબાજુના વિસ્તારો ઉપર છવાયેલ છે જે આગામી બે ત્રણ દિવસ ની અંદર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે જે ગુજરાત પર પહોંચીને ભારે વરસાદના રૂપમાં વરસી પડશે.

હવે વાત કરીએ ત્રીજી મજબૂત સિસ્ટમની : આ લો પ્રેશર બંગાળની ખાડીમાં 26 અને 27 તારીખ ની આજુબાજુ બનવાનું છે જે ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના રહેલી છે. જો આ સિસ્ટમ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો ગુજરાત ઉપર સારો વરસાદ પડશે.

શરૂઆતની બંને સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે અને આ બંને સીસ્ટમ દ્વારા ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થોડી વધારે છે જેમાં દરિયાઇ વિસ્તારો જેવા કે જામનગર, મોરબી, પોરબંદર વગેરેમાં વરસાદની શક્યતા થોડી વધારે છે અને બાકીના જિલ્લામાં છુટો-છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે.

મિત્રો આગામી 25 અને 26 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, નર્મદા, આણંદ, તાપી, સુરત, વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે જેને જોતા બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એસડીઆરએફની કુલ 11 ટીમો તૈનાત કરવામાં આવી છે અને એનડીઆરએફની કુલ 20 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.