ગુજરાત ઉપર એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ છવાઈ જશે અંધકાર : સૂર્યના દર્શન નહીં થઈ શકે

મિત્રો ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે અને સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે અને વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

મિત્રો સૌથી મહત્વના સમાચાર ગુજરાતમાં ફરી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને કારણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ આ સિસ્ટમ વધારે વરસાદ લાવશે જેને કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આગામી ચાર દિવસમાં ભાવનગર, ભરૂચ, સુરત, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ડાંગ, વલસાડ, તાપી, દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત ઉપર સક્રિય થયેલી ત્રણ ત્રણ સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 11 અને 12 જુલાઇના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ તેમજ મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી સૂર્યના દર્શન નહીં થઈ શકે અને સતત ભારે વરસાદ ચાલુ રહેશે.

એવી પણ આગાહી કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં વરસાદ નથી પડ્યો તેવો વરસાદ પડશે. ઠેર-ઠેર પાણી ભરાઈ જશે, નિચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી જશે. નદી, નાળા, તળાવ છલકાઈ જશે. ઘોડાપૂર આવશે જેને કારણે તંત્ર દ્વારા જરૂર વગર ઘર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એનડીઆરએફની કુલ નવ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

9 જુલાઈના રોજ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, સુરત, વાપી, વલસાડ, ડાંગ, જૂનાગઢમાં વરસાદની આગાહી છે જયારે 10 જુલાઈ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો આ ઉપરાંત 10 તારીખે મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની પૂરી સંભાવના છે તેમજ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે.

11 જુલાઇના દિવસે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે 12 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સુસવાટાબંધ પવન અને દરિયામાં ઉછળી રહેલા મોટા મોજાને કારણે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.