બોર્ડની પરીક્ષામાં હાર્ટ એટેકથી ગુજરાતના ત્રણ વિધાર્થીઓના મૃત્યુ!!

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં શેખ મહંમદ અમાન આરીફ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે ચાલુ પરીક્ષાએ તેની તબિયત લથડી ગઇ હતી.

ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો છતાં તેનું મોત થયું હતું.

એમ્બ્યુલન્સના કર્મચારીએ જણાવ્યું કે તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું.

આ ઉપરાંત બીજી તરફ નવસારીમાં પણ ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થી ઉત્સવ શાહને પરીક્ષા અગાઉ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું.

18 વર્ષનો ઉત્સવ પરીક્ષા આપવા માટે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની છાતીમાં અચાનક દુખાવો થતા પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હતો.

આ સિવાય અમદાવાદમાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં ચાલુ પરીક્ષાએ ધોરણ 10 ની એક વિદ્યાર્થીની અને ધોરણ-12 નો એક વિદ્યાર્થી બેભાન થઇ ગયો હતો સંજોગે તેઓ ફરીથી ભાનમાં પણ આવી ગયા હતા.

બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓના અચાનક મૃત્યુની ઘટના ખૂબ જ ચોંકાવનારી છે અને આ પ્રકારના કિસ્સામાં અગાઉ ક્યારેય પણ જોવા મળ્યા ન હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.