26મી જાન્યુઆરીએ તમારા વાહનો ઉપર રાષ્ટ્રધ્વજ લગાવતા પહેલા જોઈ લો આ વીડિયો નહિતર પસ્તાશો!!

મિત્રો આપણે જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ હોય કે 26 મી જાન્યુઆરી હોય લોકો પોતાના વાહનો ઉપર ભારતના ઝંડા લગાવતા હોય છે અને રોડ ઉપર પણ ભારતના ઝંડા વેચવાનું શરૂ થઈ જાય છે.

આ ઉપરાંત ઘણા લોકો પોતાના વાહન ઉપર અથવા પોતાના ઘર ઉપર પણ ઝંડો લગાવે છે કેમકે તેને દેશ પ્રત્યે પ્રેમ હોય છે અને પોતાની દેશભક્તિ વ્યક્ત કરે છે.

પરંતુ શું તમે જાણો છો ઝંડા ફરકાવાના પણ કાયદાકીય નિયમો હોય છે.

આ નિયમ અનુસાર ગમે તે વ્યક્તિ પોતાના વાહન ઉપર ભારતનો ઝંડો ન લગાવી શકે અને આવું કરવા પર ભારતીય ઝંડાનું અપમાન કર્યું કહેવાય.

કોણ લગાવી શકે પોતાના વાહન ઉપર ઝંડો?

રાષ્ટ્રધ્વજ ફરકાવવા સંબંધિત તમામ માહિતી ગૃહ મંત્રાલયની ઓફીયલ વેબસાઈટ પર આપવામાં આવેલી છે.

આ ઉપરાંત ભારતીય ઝંડા સંહિતા 2002માં પણ જણાવવામાં આવી છે.

રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કઈ રીતના કરવો અને કયા લોકો પોતાની કારમાં ઝંડો ફરકાવી શકે છે તે વિશેની માહિતી આપવામાં આવી છે.

મિત્રો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, પ્રધાનમંત્રી, અન્ય કેબિનેટ મંત્રી, કેન્દ્રના રાજ્ય મંત્રી, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, લોકસભા અધ્યક્ષ, રાજ્યસભા અને લોકસભા ઉપાધ્યક્ષ, વિદેશોમાં સ્થિત ભારતીય મિશનો પોસ્ટના અધ્યક્ષ, વિધાનસભાના અધ્યક્ષ, ભારતના મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ વગેરે ઝંડો લગાવી શકે છે.

આ ઉપરાંત જ્યારે કોઇ વિદેશી મહેમાન ભારતમાં આવે છે અને તેને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી કારમાં યાત્રા કરાવવામાં છે તો રાષ્ટ્રીય ધ્વજ કારની જમણી બાજુ લગાવવામાં આવે છે અને સંબંધિત બીજા દેશના વ્યક્તિનો ઝંડો કારની ડાબી બાજુ લગાવવામાં આવે છે.

આ વ્યક્તિઓ નિયમ અનુસાર પોતાની કાર ઉપર ઝંડો લગાવી શકે છે આના સિવાય જો અન્ય વ્યક્તિ પોતાના વાહનો પર ઝંડો લગાવે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આ ઉપરાંત જો વ્યક્તિ ભારતના સંવિધાન અથવા તેના ભાગને લજાવે છે કે તેની સાથે દુર્વ્યવહાર કરે છે તો રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ ત્રણ વર્ષની જેલ અથવા દંડ થઈ શકે છે.

આ ઉપરાંત ઝંડા સંહિતામાં ઘણા પ્રકારના અન્ય નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે જે અનુસાર તમે ઝંડાનો ઉપયોગ કરી શકો છો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.